Junagadh તા.5
હાલ જુનાગઢ ઝાંઝરડા રોડ, ખાખીનગર માવતરે રહેતી અને જુનાગઢ ચોબારી રોડ, ચીત્રાક્ષ સીલ્વરમાં સાસરીયુ ધરાવતી ફરીયાદી મહિલા હેમાક્ષીબેનના લગ્ન હીતેષ હરસુખભાઈ હીન્સુ સાથે થયા હતા.
બાદ તેના પતિ હીતેષભાઈ હીન્સુએ ચારિત્ર ઉપર શંકા કરી વાળ પકડી ગળુ દબાવી માર મારેલ તેમજ સસરા હરસુખભાઈ મુળજીભાઈ, સાસુ કુસુમબેન હરસુખભાઈ રે. ચોબારી વાળાઓએ તને ઘરકામ આવડતું નથી, રસોઈ બરોબર નથી આવડતી તેના પતિને ચઢામણી કરતા હોય સસરાએ કહેલ કે તમે વહુ થઈને આવ્યા છો. દલીલ કરવાની નથી.
દીયર ધવલ રે. રાજકોટ જેઠ જયેશભાઈ મોટા સસરા રતિભાઈ મુળજીભાઈ સહિત 6 સામે ફરીયાદ નોંધાવતા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.પી. ગઢવીએ તપાસ હાથ ધરી છે.