Morbi,તા.14
તીથવા ગામે રહીને મજુરી કરતી પરિણીતાને પતિ નાની નાની બાબતોમાં મારી નાખવાની ધમકી આપતો હતો અને રસોઈ બાબતે ઝઘડો કરી માર મારતા પત્નીએ ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી જે અંગે પરિણીતાએ પોતાના વતનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી જે કાગળો ટપાલથી મળતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની સુનીતાબેન દિનેશભાઈ ડામોર (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ આરોપી પતિ દિનેશ હરસિંગ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સુનીતાબેને દિનેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તીથવા ગામે રહીને મજુરી કામ કરતા હતા ગત તા. ૦૧ ના રોજ ફરિયાદી સાથે નાની નાની બાબતોમાં પતિ માર મારી મારી નાખવાની ધમકી આપી હતી અને તા. ૦૧ ના રાત્રીના નવેક વાગ્યે આરોપી પતિએ સુનીતાબેનને દાળ રાંધી હતી તે કેવી રીતે બગડી કહીને ગાળો આપી ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી જેથી સુનીતાબેન ગુસ્સામાં ખેતરમાં છાંટવાની દવા પી લીધી હતી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે