Uttar Pradesh,તા.05
ઉત્તર પ્રદેશના કાસગંજ ગામમાં વ્રજમાલા નામની એક ગર્ભવતી મહિલાએ જીવ ગુમાવવો પડ્યો. વ્રજમાલાને પ્રેગ્નન્સીનો છઠ્ઠો મહિનો જતો હતો અને તેના રાંધવામાં નમક ઓછું હતું એટલે પતિ રામશરણે પહેલાં તો તેની સાથે કચકચ શરૂ કરી.
એનાથી સંતોષ ન થયો તો તેણે વ્રજમાલાને બેરહમીથી મારવાનું શરૂ કર્યું અને પછી ગુસ્સામાં આવીને તેને ઘરની છત પરથી નીચે ફેંકી દીધી.
આ ઘટના પછી વ્રજમાલાની સાસુ મીરાદેવી તરત જ ઘાયલ વહુને હોસ્પિટલ લઈને પહોંચી. જોકે મહિલાની હાલત ગંભીર હોવાથી તેને અલીગઢમાં મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું. મોટી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું.