Ahmedabad,તા.02
આઇપીએલ-2025ની 51મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. હૈદરાબાદ ગુજરાત સામે 2022માં જ એકમાત્ર મેચ જીતી શકયું છે.
અમદાવાદમાં બંને ટીમ બે વખત ટકરાઇ છે અને બંનેમાં હોમ ટીમ ગુજરાતે જ બાજી મારી છે. સીઝનની પહેલી ટકકરમાં હૈદરાબાદને આ હરીફ ટીમ સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડયો હતો.
છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સના વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની તોફાની બેટીંગના કારણે ગુજરાતના બોલરોના આત્મવિશ્વાસ પર મોટી અસર થઇ હતી. પ્લેઓફમાં પહોંચવા માટે 16 પોઇન્ટનો આંકડો પાર કરવા માટે એને બાકીની પાંચ મેચમાંથી ફકત બે જીતવાની જરૂર છે.
જયારે હાલમાં જ મોલદીવ્ઝમાં વેકેશન એન્જોય કરીને અમદાવાદ પહોંચેલી હૈદરાબાદી ટીમે પ્લેઓફની રેસમાં બની રહેવા માટે પોતાની અંતિમ પાંચેય મેચ જીતવી પડશે.