રોનિત રોયે ૧૯૯૨મા જાન તેરે નામથી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી
Mumbai, તા.૧૫
જાણીતા એક્ટર રોનિત રોયે ૧૯૯૨માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એક્ટર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કલાકારોમાંના એક બન્યા. તાજેતરમાં રોનિય રોયે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કર્યા અને જણાવ્યું કે, મને દિવસમાં એક જ વાર ખાવા મળતું હતું. તે દિવસોને યાદ કરીને એક્ટર ખૂબ જ ભાવુક થઈ ગયો. રોનિય રોયે તાજેતરમાં એક વાતચીતમાં તેમના પોતાના અંગત અને પ્રોફેશનલ જીવન વિશે વિચારો શૅર કર્યા. પોતાના શરૂઆતના સંઘર્ષ વિશે વાત કરતા તેમણે કહ્યું, બાંદ્રા સ્ટેશનની બહાર એક પ્રખ્યાત ઢાબા છે. હું દરરોજ રાત્રે ત્યાં ખાતો હતો, તે પણ દિવસમાં માત્ર એક જ વાર, કારણ કે હું માત્ર આટલું જ ખાઈ શકતો હતો. આ સાથે જ એક્ટરે જણાવ્યું કે ઢાબાનું દરરોજ અલગ મેનું હતું અને બધાના પૈસા અલગ-અલગ હતા. વાતચીતમાં આગળ એક્ટરે કહ્યું કે, એક દિવસ હું ત્યાંના ઢાબા પર ગયો અને ત્યાં કામ કરતા એક વ્યક્તિ પાસે માત્ર બે રોટલી અને ડુંગળી માંગી કારણ કે મારી પાસે પૈસા બચ્યા નહોતા. પણ તેણે મને દાળ આપી અને કહ્યું આ મારા તરફથી છે. તે ક્ષણ મારી યાદમાં અંકિત થઈ ગઈ. આ ઘટનાને યાદ કરીને એક્ટર ખૂબ જ ભાવુક થઈ ગયો. તમને જણાવી દઈએ કે, રોનિત રોયે ૧૯૯૨મા જાન તેરે નામથી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. એક્ટરે જણાવ્યું કે, ‘મને પહેલી ફિલ્મ માટે ૫૦ હજાર રૂપિયા મળ્યા હતા, જે મારા જીવનની સૌથી મોટી ક્ષણ હતી.’ અભિનેતાની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.