ભારતનો વિકેટકીપર અને બેટર સંજુ સેમસને બેટિંગ રેન્કિંગમાં છલાંગ લગાવી ૩૯માં સ્થાને પહોંચી ગયો છે
New Delhi, તા.૧૩
આઈસીસીએ વનડે અનેT૨૦ ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ફરી એકવાર વનડેમાં પહેલા સ્થાને પહોંચી ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ પાસેથી આ સ્થાન છીનવી લીધું છે. આફ્રિદી ત્રણ સ્થાને ઉપર ચઢીને ટોચ પર પહોંચી ગયો છે. જયારે મહારાજ ત્રીજા ક્રમે સરકી ગયા છે. શાહીને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૩ મેચમાં ૧૨.૬૨ની સરેરાશથી ૮ વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે વનડે વર્લ્ડકપ ૨૦૨૩ દરમિયાન નંબર-૧ રેન્કિંગ હાંસલ કર્યું હતું.
શાહીન સાથે બીજો પાકિસ્તાની બોલર હરિસ રઉફ ૧૩માં સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ૧૦ વિકેટ ઝડપી હતી. અને તેને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. ઝડપી બોલર નસીમ શાહે પણ પોતાની કારકિર્દીનું નવું સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કર્યું છે. તે ૧૪ સ્થાન ઉપર ચઢીને ૫૫માં સ્થાને પહોંચી ગયો છે.
પાકિસ્તાની બેટર બાબર આઝમ વનડે બેટરોની યાદીમાં ટોચના સ્થાન પર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ૮૦ રન બનાવ્યા હતા. બાબર ત્રણ મેચમાં એક વખત આઉટ થયો હતો. જો કે હાલ બાબર પોતાની કારકિર્દીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે ૨-૧થી સીરિઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પાકિસ્તાને ૨૨ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં વનડે સીરીઝ પર કબજો કર્યો છે. ભારતનો વિકેટકીપર અને બેટર સંજુ સેમસને ્૨૦ૈં બેટિંગ રેન્કિંગમાં છલાંગ લગાવી ૨૭ સ્થાન આગળ વધીને ૩૯માં સ્થાને પહોંચી ગયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની ્૨૦ સીરિઝ રમાઈ રહી છે. જેમાં બંને ટીમો હાલમાં ૧-૧થી બરાબરી પર છે. સેમસને પહેલી મેચમાં સદી ફટકારી હતી. પરંતુ તે બીજી મેચમાં શૂન્ય પર આઉટ તહી હયો હતો. દક્ષિણ આફ્રિકાના રીઝા હેન્ડ્રીક્સ બે સ્થાન આવી ૧૨મા ક્રમે અને ટ્રીસ્ટન સ્ટબ્સ ૧૨ સ્થાન ઉપર આવી ૨૬મા ક્રમે પણ ફાયદો થયો છે. બીજી ્૨૦માં હેન્ડ્રિક્સે ૨૪ રન અને સ્ટબ્સે અણનમ ૪૭ રન બનાવ્યા હતા. આ સાથે ્૨૦ બોલરોની રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે. શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરાંગાએ ચાર સ્થાનની છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ ટોચના સ્થાન પર યથાવત છે. વેસ્ટ ઈન્ડિઝના અકીલ હોસીન ત્રીજા સ્થાન પર અને ભારતના રવિ બિશ્નોઈ સાતમાં સ્થાન સાથે ટોપ ૧૦ની યાદીમાં સામેલ છે. ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનર ચાર સ્થાન ઉપર જઈને ૧૩માં સ્થાને અને લોકી ફર્ગ્યુસન ૧૦ સ્થાન સુધારીને ૧૫માં સ્થાને, ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર ૧૦ સ્થાન ઉપર ૨૧માં સ્થાને અને શ્રીલંકાના ઝડપી બોલર મથેસા પાથિરાના ૨૨ સ્થાન ઉપર જઈને ૩૧મા ક્રમે પહોંચી ગયો છે.