New Delhi,તા.30
લેફટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપસિંહે 2024 ના વર્ષમાં ટી-20 ઈન્ટરનેશનલમાં શાનદાર પર્ફોમ કર્યું અને જુનના ટી-20 વર્લ્ડકપમાં પણ તેનો પર્ફોમન્સ પ્રસંસનીય હતો. જેને પગલે તે આઈસીસીનાં ટી-20 ફોર્મેટ માટેનાં એવોર્ડ નોમીનેટ થયો છે.સ્ટાઈલીશ લેફટ-હેન્ડ ઓપનર સ્મૃતિ મંઘાના 2024 ના વર્ષ દરમ્યાન આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રસંસનીય રમી એ બદલ તેને આઈસીસી વિમેન્સ ઓડીઆઈ (વન-ડે ઈન્ટરનેશનલ) ક્રિકેટર ઓફ ધ યરના પુરસ્કાર માટે નોમીનેટ કરવામાં આવી છે.
પચીસ વર્ષનો અર્શદીપસિંહ હાલમાં ભારતની મર્યાદીત એવોર્ડ માટેની ટીમમાં સીલેકટ થાય છે. 2024 માં ટી-20 રમનાર મુખ્ય ક્રિકેટ દેશોમાં અર્શદીપ અને શ્રીલંકાનો સ્પીનર વનીન્દુ હસરંગા 36-36 વિકેટ સાથે મોખરે છે. અર્શદીપે 36 વિકેટ 18 મેચમાં અને હસરંગાએ 19 મેચમાં લીધી હતી. જોકે અર્શદીપને જે પુરસ્કાર (મેન્સ-ટી-20 ક્રિકેટર ઓફ ધ યર) માટે નોમીનેટ કરવામાં આવ્યો છે.એ માટે બીજા ત્રણ દાવેદારો પણ છે.
એમાં પાકિસ્તાનનાં બાબર આઝમ, ઓસ્ટ્રેલીયાના ટ્રેવીસ હેડ અને ઝીમ્બાબ્વેનાં સિકંદર રઝાનો સમાવેશ છે. અર્શદીપ 36 વિકેટ સાથે એક કેલેન્ડર-યરમાં સૌથી વધુ ટી-20 ઈન્ટરનેશનલ વિકેટ લેનાર ભારતીય બોલર્સમાં ભુવનેશ્વર કુમાર (37 વિકેટ) પછી બીજા સ્થાને છે.
અર્શદીપે આ વર્ષનાં ટી-20 વર્લ્ડકપમાં સંયુકત રીતે સૌથી વધુ 17 વિકેટ લીધી હતી.અફઘાનીસ્તાનનો ફઝલહક ફારૂકી 17 વિકેટ સાથે તેની સાથે મોખરે હતો.લેફટ-હેન્ડ ઓપનર સ્મૃતિ મંઘાનાએ વર્તમાન સીઝનમાં 12 ઈનીંગ્સમાં કુલ 743 રન બનાવ્યા છે અને તેની બેટીંગ-એવરેજ 61.91 છે.
તેણે બે સેન્ચુરી ફટકારી હતી.મંઘાનાએ આ પુરસ્કાર જીતવા સાઉથ આફ્રિકાની લોરા વોલ્વાર્ટ, શ્રીલંકાની ચમારી અથાપથ્થુ અને ઓસ્ટ્રેલીયાની એનાબેલ સધરલેન્ડ સાથે હરીફાઈ કરવી પડશે.