Ahmedabad,તા.24
ભવિષ્ય માટે તૈયાર, સ્થિતિસ્થાપક અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત મનોમંથન ચાલુ રહે અને વ્યાપક સંવાદ થતો રહે તે માટેની અદાણી સમૂહની મજબૂત પ્રતિબધ્ધતાના ભાગરુપેતા.૧૮ અને ૧૯ ડિસેમ્બરના બે દિવસ માટે અદાણી યુનિવર્સિટીએ અમદાવાદના શાંતિગ્રામ ખાતેના કેમ્પસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી (ICIDS ૨૦૨૫) પર ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું.
અદાણી યુનિવર્સિટી અને અદાણી સિમેન્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલીબે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારત અને વિદેશના નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માળખાગત સુવિધાઓની પુર્ન વિચારણા: નવીનતા, ટકાઉપણું અને વૈશ્વિક કૌશલ્ય વિકાસનું ભવિષ્ય” વિષય આધારિત ICIDS 2025 એ માળખાગત સુવિધાઓને એક સંકલિત સામાજિક-તકનીકી ઇકોસિસ્ટમ તરીકેના સ્થાને ઉપસી આવ્યું છે. જે આર્થિક વિકાસ, પર્યાવરણીય જવાબદારી અને માનવ મૂડી વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે.
અદાણી સમૂહનાસિમેન્ટ વ્યવસાયના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી વિનોદ બાહેટી મુખ્ય મહેમાનપદે અને AGI ઇન્ફ્રા લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુખદેવ સિંઘ વિશેષ અતિથિની હાજરીમાં યોજાયેલા મૂકાયેલ ઉદ્ઘાટકીય સત્રમાંઅદાણી યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદનું મુખ્ય આકર્ષણ અદાણી સિમેન્ટ નિર્મિત “સિમેન્ટ ચાલીસા”ના પ્રદર્શન સાથે ICIDS 2025 બુક ઓફ એબ્સ્ટ્રેક્ટ્સ એન્ડ ધ પ્રોસીડિંગ્સ ઓફ ICIDS 2024નું વિમોચન બન્યું હતું.
પરિષદને સંબોધતાશ્રી બાહેટીએ માળખાગત વિકાસ અને આર્થિક વિકાસ વચ્ચેના મજબૂત જોડાણ પર પ્રકાશ પાડતામાળખાગત આયોજનમાં ડીકાર્બોનાઇઝેશન, ડિજિટલાઇઝેશન અને ગ્રીન ફાઇનાન્સને શામેલ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કાર્બન બજારો અને નિયમનકારી સુધારા જેવી નીતિઓને સક્ષમ બનાવવાનીસમજ આપી ભવિષ્ય માટે તૈયાર કૌશલ્ય અને ઉદ્યોગ પ્રેરીત શૈક્ષણિક સહયોગ વિકસિત માળખાગત જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ બની રહેશે એમ તેમણે કહ્યું હતું.
નયન પરીખ અને કન્સલ્ટન્સીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી નયન પરીખ દ્વારા પૂર્ણટેકનિકલ સત્ર ૧ના આરંભકરતા તેમણે માળખાગત સુવિધાઓનું ભવિષ્ય વધુ સંપત્તિ બનાવવાનું નહીં, પરંતુ વધુ સ્માર્ટ, સંસાધન-કાર્યક્ષમ અને ટકાઉ સિસ્ટમ્સ બનાવવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.તેમણે ઇન્દોર સ્માર્ટ સિટીનો દાખલો આપી અસરકારક નીતિ કેવી રીતે માળખા, ટેકનોલોજી અપનાવવા અને નાગરિક ભાગીદારીથી 100% કચરો અલગ કરવા, શૂન્ય લેન્ડફિલ કામગીરી અને સુધારેલ પર્યાવરણીય ગુણવત્તા જેવા પરિણામો આપી શકે છે તેનું નિદર્શન કર્યું હતું.
પ્રથમ દિવસે “ધ રોડ ટુ નેટ-ઝીરો: ઇન્ટિગ્રેટિંગ ક્લીન એનર્જી ઇનટુ ટુમોરોઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર” વિષય પર ફાયરસાઇડ ચેટ પણ યોજાઈ હતી, જેનું સંચાલન અદાણી યુનિવર્સિટીના ડૉ. નમિતા પ્રજ્ઞા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાંIIT કાનપુરના પ્રોફેસર તરુણ ગુપ્તા, અદાણી સમૂહના શ્રી રાજીવ પાલ અને અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના શ્રી વનીત કુમાર શામેલ થયા હતા, તેઓએ નીતિ સુસંગત અને આંતરશાખાકીય કુશળતા દ્વારા સમર્થિતપરિવહન, ઇમારતો, લોજિસ્ટિક્સ અને શહેરી ઇકોસિસ્ટમ્સમાં સ્વચ્છ ઊર્જાના પ્રણાલીગત એકીકરણની આવશ્યક્તા પર ભાર મૂક્યો હતો
સમાપનના બીજા દિવસે અમલીકરણની શ્રેષ્ઠતા પર લક્ષ્ય કેન્દ્રિત કરી અમદાવાદ નજીક વિશ્વ ઉમિયા ધામ પ્રકલ્પની ટેકનિકલ સંક્ષિપ્તમાહિતી અને માર્ગદર્શિત સ્થળની મુલાકાત આવરી લેવામાં આવી હતી. આ પ્રકલ્પને વિશ્વના સૌથી મોટા રાફ્ટ ફાઉન્ડેશન માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. અદાણી સિમેન્ટના શ્રી ઉમેશ સોની તથા પીએસપી પ્રોજેક્ટ્સ લિ.ના શ્રી જૈમિન પટેલના વડપણ હેઠળનાસત્રમાં મોટા પાયે પ્રકલ્પનું આયોજન, લોજિસ્ટિક્સનું સંકલન, ગુણવત્તા નિયંત્રણ અને સલામતી વ્યવસ્થાપનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક કાર્યક્રમનું સમાપન ભવિષ્ય માટે સુસજ્જ ગતિશીલતા, માળખાગત કાર્યબળ માટે કૌશલ્ય અને સ્માર્ટ સિટી રિયલ એસ્ટેટ પરિવર્તન પરત્વેની પેનલ સાથે થયું હતું. કૌશલ્ય પર બોલતા, અદાણી ગ્રુપના સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન પાંખના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોબિન ભૌમિકે ઓટોમેશન, ડિજિટલાઇઝેશન, નવીનીકરણીય ઉર્જા અને ગ્રીન ટેકનોલોજીમાં ક્ષમતાઓની વધતી માંગ ઉપર અંગુલી નિર્દેશ કર્યો હતો.
ભારતનું માળખાગત ભવિષ્ય શિક્ષણવિદો, ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓ વચ્ચે સહયોગ દ્વારા સંચાલિત ટકાઉપણું, ટેકનોલોજી, કૌશલ્ય અને સ્કેલ પર અમલીકરણના એકીકરણ પર આધારિત છેતેવા સ્પષ્ટ સંદેશ સાથેICIDS 2025નું સમાપન થયું હતું.

