Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Helmet વગર બે વખત વાહન ચલાવતા પકડાયા તો સસ્પેન્ડ થઈ શકે છે લાઈસન્સ
    અમદાવાદ

    Helmet વગર બે વખત વાહન ચલાવતા પકડાયા તો સસ્પેન્ડ થઈ શકે છે લાઈસન્સ

    Vikram RavalBy Vikram RavalAugust 14, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૨ ઓગસ્ટ સુધીમાં પોલીસે ૧૬,૩૧૦ ટૂ-વ્હીલર વાહન ચાલકો અને હેલ્મેટ વિના પીલિયન રાઇડર્સને પકડ્યા

    Ahmedabad, તા.૧૪

    હેલ્મેટ નિયમો લાગુ કરવા અને સરખેજ-ગાંધીનગર  હાઈવે પર રોંગ સાઈડમાં વાહન ચલાવવાને રોકવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ શહેર ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૧૨ ઓગસ્ટ સુધીમાં પોલીસે ૧૬,૩૧૦ ટૂ-વ્હીલર વાહન ચાલકો અને હેલ્મેટ વિના પકડાયેલા પીલિયન રાઇડર્સને પકડ્યા છે અને તેમની પાસેથી કુલ ૮૨.૧૮ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. વધુમાં મુખ્યત્વે જીય્ હાઈવે પર રોંગ સાઈડ ડ્રાઈવિંગના ૧૧૩૬ કેસ નોંધાયા હતા અને ૨૦.૦૬ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હેલ્મેટ ન પહેરવા બદલ પ્રથમ ગુનામાં ૫૦૦ રૂપિયાનો દંડ અને બીજા ગુનામાં ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજો ગુનો નોંધાય તો ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.

    શહેર ટ્રાફિક પોલીસે ચેતવણી આપી છે કે તેમણે વ્યાપક જાગૃતિ ઝુંબેશ હાથ ધરી છે અને હવે કડક અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) એનએન ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારાઓ પ્રત્યે ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છીએ. બેથી વધુ વખત હેલ્મેટ વિના દ્વિચક્રી વાહન ચલાવતા અથવા પીલિયન સવારી કરતા પકડાયેલા લોકોનું ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. અમે આવા દ્વિચક્રી વાહન ચાલકોના લાઈસન્સ સસ્પેન્શન માટે ઇર્‌ંને જાણ કરીશું.

    વાહનવ્યવહાર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે એકવાર લાઈસન્સ સસ્પેન્શન માટે જાણ કરવામાં આવશે ત્યારે ઇર્‌ં દ્વારા ઉલ્લંઘન કરનારને નોટિસ આપવામાં આવશે. સૂત્રએ જણાવ્યું હતું કે, અમે પોલીસના બોડીકેમમાંથી અમને ઉપલબ્ધ ઉલ્લંઘનના પુરાવા સાથે સુનાવણી હાથ ધરીશું. લાયસન્સ ધારકે સબમિશન આપવું પડશે કે હવેથી તે મોટર વ્હિકલ એક્ટનું પાલન કરશે અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરશે, જેમાં પીલિયન રાઈડરનો પણ સમાવેશ થાય છે. જો લાઈસન્સ ધારક સબમિશન આપ્યા પછી ફરીથી પકડાય તો તેનું લાઈસન્સ રદ થઈ શકે છે.

    તેવી જ રીતે રોડની રોંગ સાઈડ પર વાહન ચલાવનારાઓના લાઈસન્સ પણ કેન્સલ થઈ શકે છે. જેસીપી ચૌધરીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને એસજી હાઈવે પર રોંગ સાઈડ વાહન ચલાવવું અત્યંત જોખમી છે. છેલ્લા પાંચ દિવસમાં અમે આવા ૧૧૩૬ રોંગ સાઈડ ચાલકોને પકડીને કુલ ૨૦.૦૬ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પકડાયેલા તમામના લાઈસન્સ રદ કરવા માટે ઇર્‌ંને જાણ કરવામાં આવી છે. નો-પાર્કિંગમાં પાર્કિંગ ટ્રાફિક ગેરવ્યવસ્થાને લઈને ગુજરાત હાઈકોર્ટની વારંવારની ટીકાને કારણે ટ્રાફિક પોલીસે ટ્રાફિકનો ભંગ કરનારાઓ સામેના પ્રયાસો તેજ કર્યા છે. ૮થી ૧૨ ઓગસ્ટ સુધીમાં તેમણે નો-પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરવા માટે ૧૦,૧૨૮ વાહન ચાલકોને ઝડપ્યા હતા અને ૫૩.૦૬ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત ૩૮૬ વાહનોને ટો કરવામાં આવ્યા હતા અને ૨૪૬ને ક્લેમ્પ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે ૧.૩૮ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

    બીજી તરફ પ્રતિબંધિત કલાકો દરમિયાન શહેરમાં પ્રવેશતા ભારે વાહનોના મુદ્દા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે તાજેતરમાં આ વાહનોને સંડોવતા અનેક જીવલેણ અકસ્માતો થયા છે. ૨૪ જૂનથી ૧૨ ઓગસ્ટ સુધીમાં આવા ૩૬૯ ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કુલ ૧૮.૨૬ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પણ પરવાનગીની સંખ્યા કરતા વધુ મુસાફરો વહન કરતા વાહનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ૨૨મી જૂનથી ૧૨મી ઓગસ્ટ સુધીમાં ૧૭૧૭ દ્વિચક્રી વાહનો કે જેઓ બે કરતાં વધુ લોકોને લઈ જાય છે, ૫૬૬૫ ઓટો, ૬૧૫ ફોર-વ્હીલર્સ અને ૨૨ અન્ય પેસેન્જર વાહનો સામે ઓવરલોડિંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.

    ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ કોઈ ટેમ્પરરી ડ્રાઈવ નથી. આગળનું ધ્યાન વિદ્યાર્થીઓ સહિત લાયસન્સ વિના ડ્રાઈવિંગ કરનારાઓ પર રહેશે. સિનિયર ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ટૂંક સમયમાં લાઈસન્સની જરૂર હોય તેવા વાહનો ચલાવતા વિદ્યાર્થીઓને ઓળખવા માટે શાળાઓ નજીક ટ્રાફિક કર્મચારીઓને તૈનાત કરીશું. અમે આ વિદ્યાર્થીઓના માતા-પિતા અથવા વાલીઓ સામે કાર્યવાહી કરીશું કે જેઓ તેમને શાળાએ જવાની પરવાનગી આપે છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.