Junagadh, તા.5
જુનાગઢના રાજીવનગર સી ડીવીઝન વિસ્તારમાં આઇ.જી. સ્કવોર્ડ રેડ કરતા મકાનના ભોંયતળીયામાં છુપાવેલો 17.ર3 લાખનો દારૂ પકડી કુલ રૂા.18.73 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. વીજ જોડાણ પોલ પરથી સીધુ જોવા મળતા સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયાની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજીવનગરમાં રહેતો રાણા લાખા ચાવડાના મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે રેડ કરતા મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે રેડ કરતા મકાનમાં બુટલેગર હીરા લાખા ચાવડા, નિલેષ ઉર્ફે ભદ્દો મહેશએ આ જથ્થો ઉતાર્યો હોવાનું જાણવા મળેલ દારૂનું કટીંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી હતી.
રીક્ષા અને કારમાંથી દારૂ ભરેલા ઝબલા મળી આવ્યા હતા. રૂમના ભોંયતળીયેથી દારૂ મળી આવેલ કુલ 3348 બોટલ રૂા. 17.ર3નો દારૂ રીક્ષા કાર મળી કુલ 18.73 લાખનો મુદામાલ કબ્જે કર્યા હતા. બુટલેગર હીરા લાખા ચાવડા, તેનો ભાઇ રાણા લાખા નિલેષ ઉર્ફે ભદ્દો, મહેશ કટારા હાજર મળ્યા ન હતા. સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

