Morbi,તા.11
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસીપરામાં ડીમોલીશન કરાયું
મોરબી જીલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસની ઝુંબેશ ચાલી રહી છે આવા તત્વોના ગેરકાયદે દબાણ કરેલ સરકારી જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી ચાલી રહી છે જેમાં મોરબીના વિસીપરામાં બુટલેગર દ્વારા સરકારી જમીનમાં ખડકી દીધેલ દબાણ દુર કરવામાં આવ્યા હતા અને ૧૬૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા આજે વિસીપરા ચાર ગોદામ પાછળ રહેતા દાઉદ ઉમર જામ નામના ઇસમ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યું હતું આરોપી દાઉદ જામ વિરુદ્ધ બી ડીવીઝન અને માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન અને મારામારીના કુલ ૨૫ ગુના નોંધાયેલા છે જે આરોપીએ વિસીપરા ચાર ગોદામ પાછળ ગેરકાયદેસર દબાણ કર્યું હતું આજે જીલ્લા પોલીસના અધિકારીઓની હાજરીમાં દબાણ દુર કરવામાં આવ્યું હતું અંદાજીત રૂ ૧,૯૨,૦૦,૦૦૦ ની ૧૬૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે