Surendranagar,તા.10
હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ માટીનો કાળો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે, ખુલ્લેઆમ ખનીજ ચોરી ધમધમી રહી છે, છતાં સ્થાનિક તંત્રને દેખાતુ નથી ત્યારે રાજકોટ ફલાઈગ સ્કોવડ, ખાણ ખનીજની ટીમે દરોડા પાડી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરીનો ધંધો ફુલ્યો ફલ્યો હોય તેવી બુમરાડ ઉઠવા પામી છે ત્યારે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા હળવદ તાલુકાના ચાડધ્રા બ્રાહ્મણી નદી પટ્ટ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગેરકાયદે ખનન અને વહનમાં ઉપયોગમાં લેવાતું એક એક્સવેટર મશીન, બે ડમ્પર સહિત એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ માફિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.