Rajkot,તા.10
અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા શરૂ કરવામાં આવેલ શસ્ત્ર સ્કીમની અમલવારી શરૂ કરી, શરીર સંબંધી ગુન્હાઓ અટકાવવા તથા અંકુશમાં લેવા પોલીસ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. આ *શસ્ત્ર સ્કીમ* અન્વયે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, પીએસઆઈ એન.આર. સોલંકી, સ્ટાફના હે.કો. ભરતભાઈ, રમેશભાઈ, પ્રદીપભાઈ સહિતની ટીમ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરી, માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન સઘન વાહન ચેકીંગ તથા નાકાબંધી કરી, હથિયાર સાથે ફરતા 12 ઈસમો, કેફી પીણું પી ને વાહન ચલાવતા 17 ઈસમો, હદપારી ભંગ બદલ 04 ઇસમ, પ્રોહિબિશન એક્ટ મુજબ દેશી વિદેશી દારૂ સાથે 25 તથા દારૂ પીધેલ 06 મળી કુલ 31 ઇસમો, જુગારના 02 કેસોમાં 08 ઇસમોને પકડી પાડી, તમામ મળી 83 આરોપીઓની ધરપકડ કરી, ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. આ ઉપરાંત 1500 જેટલા વાહનો ચેક કરી, 117 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે તથા એ મસીઆર 101, હિસ્ટ્રીશીટર 46, પ્રોહી બૂટલેગર 194, જુગારની પ્રવૃતિ કરતાને 31 વખત ચેક કરવામાં આવેલ છે. વધુમાં, આ કાર્યવાહી દરમિયાન આશરે એક ડઝન ગુન્હાઓ ડિટેકટ કરવામાં આવેલ છે તેમજ આશરે 98 વ્યક્તિઓ ઉપર અટકાયતી પગલાંની કાર્યવાહી કરી, કરવામાં આવેલ છે. જે *શસ્ત્ર સ્કીમ* અન્વયે કરવામાં આવેલ અસરકારક કામગીરીના ફળસ્વરૂપે ગત વર્ષે આ માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન ઇજા, સહિતના કુલ ચાર ગુન્હાઓ બન્યા હતા, જ્યારે આ જ સમયગાળા દરમિયાન ચાલુ માર્ચ મહિનામાં એક પણ ગુન્હો બન્યો નહીં હોવાથી, શરીર સંબંધી ગુનાઓમાં 100 % જેટલો મહતમ ઘટાડો નોંધાતા, ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા શરૂ કરવામાં આવેલ *શસ્ત્ર સ્કીમ સફળ* થયેલ છે.