New Delhi,તા.૮
૫૦ ઓવરના ફોર્મેટમાં રમાતા વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં આજ સુધી એક જ ઇનિંગમાં ૫૦૦ રનનો રેકોર્ડ બન્યો નથી. સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડે ૨૦૨૨માં નેધરલેન્ડ સામેની મેચમાં ૪૯૮ રન બનાવ્યા હતા. જો કે, એક વખત આ રેકોર્ડ બન્યો છે. જ્યારે ૫૦ ઓવરના ફોર્મેટની રમતમાં ૫૦૦ રનનો આંકડો સ્પર્શવામાં આવ્યો હતો. આ રેકોર્ડ ૨૦૨૨માં જ બન્યો હતો, પરંતુ તે આંતરરાષ્ટ્રીય મેચમાં નહીં, પરંતુ લિસ્ટ-એ મેચ દરમિયાન બન્યો હતો. બે ભારતીય બેટ્સમેનોએ ધમાકેદાર બેટિંગ કરીને ઐતિહાસિક ૫૦૦ રનનો આંકડો પાર કર્યો હતો.
આ રેકોર્ડ ૨૦૨૨માં વિજય હજારે ટ્રોફીમાં રમાયેલી મેચમાં બન્યો હતો. ભારતમાં આયોજિત આ સ્થાનિક ટુર્નામેન્ટ વનડે ફોર્મેટ એટલે કે ૫૦ ઓવરના ફોર્મેટમાં રમાય છે. આ મેચ ગ્રુપ-ઝ્રમાં અરુણાચલ પ્રદેશ અને તમિલનાડુની ટીમો વચ્ચે હતી. પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુએ ૫૦ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ૫૦૬ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું, જ્યારે કોઈ ટીમે ૫૦ ઓવરના ફોર્મેટની મેચમાં કુલ ૫૦૦ રન બનાવ્યા.
લિસ્ટ-એ ક્રિકેટમાં ૫ સૌથી વધુ સ્કોર (૫૦ ઓવર ફોર્મેટ),૫૦૬ રન – તમિલનાડુ — અરુણાચલ પ્રદેશ, ૨૦૨૨,૪૯૮ રન – ઇંગ્લેન્ડ — નેધરલેન્ડ, ૨૦૨૨ (આંતરરાષ્ટ્રીય મેચ),૪૯૬ રન – સરે — ગ્લોક્સ, ૨૦૦૭,૪૮૧ રન – ઇંગ્લેન્ડ — ઓસ્ટ્રેલિયા, ૨૦૧૮ (આંતરરાષ્ટ્રીય મેચ),૪૫૮ રન – ભારત-એ — લેક્સ, ૨૦૧૮
આ મેચમાં તમિલનાડુના ઓપનર સાઈ સુદર્શન અને નારાયણ જગદીશનના બેટથી બનેલા રને ઘમાલ મચાવી હતી. બન્નેએ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને બોલરોની હાલત ખરાબ કરી દીધી હતી. જો કે, સુદર્શન ૧૦૨ બોલમાં ૧૫૪ રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગમાં ૧૯ ચોગ્ગા અને ૨ છગ્ગાનો સમાવેશ થતો હતો. પરંતુ જગદીશનનું બેટ અટક્યું નહીં અને તેણે રેકોર્ડ ઇનિંગ રમીને ૨૭૭ રન બનાવ્યા. તેના સિવાય બાબા અપરાજિત અને બાબા ઇન્દ્રજીતે અણનમ ૩૧-૩૧ રન બનાવ્યા હતા. ૨૪ ચોગ્ગા અને ૧૫ છગ્ગા સાથે રમાયેલી આ ઇનિંગ સાથે, જગદીશન ૫૦ ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બન્યો. તેણે રોહિત શર્મા (૨૬૪ રન દૃજ શ્રીલંકા) અને અલી બ્રાઉન (૨૬૮ રન દૃજ ગ્લામોર્ગન)ને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો.
તમને જણાવી દઈએ કે, વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારેય ૫૦૦ રનની સિદ્ધિ હાંસલ થઈ નથી. વનડેમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડે ૨૦૨૨માં નેધરલેન્ડ્સ સામે ૪૯૮ રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટ (૧૨૨), ડેવિડ માલન (૧૨૫) અને જોસ બટલર (૧૬૨)ની તોફાની સદીઓથી ઇંગ્લેન્ડે ૫૦ ઓવરમાં ૪૯૮ રન બનાવ્યા હતા.ર્ ંડ્ઢૈં આંતરરાષ્ટ્રીયમાં બીજો સૌથી વધુ સ્કોર પણ આ ટીમના નામે છે. ૨૦૧૮માં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ૫૦ ઓવરમાં ૪૮૧ રન બનાવ્યા હતા.
વનડે ક્રિકેટમાં ટોપ ૫ સૌથી વધુ સ્કોરઃ ૪૯૮ રન – ઇંગ્લેન્ડ– નેધરલેન્ડ, ૨૦૨૨,૪૯૮ રન – ઇંગ્લેન્ડ — ઓસ્ટ્રેલિયા, ૨૦૧૮,૪૯૮ રન – ઇંગ્લેન્ડ –પાકિસ્તાન, ૨૦૧૬,૪૪૪ રન – શ્રીલંકા — નેધરલેન્ડ, ૨૦૦૬,૪૩૯ રન – દક્ષિણ આફ્રિકા — વેસ્ટ ઇન્ડીઝ, ૨૦૧૫