Morbi,તા.25
માળિયાની માલાણી શેરીમાં રહેતી ૨૨ વર્ષીય મુસ્લિમ પરિણીતાએ પોતાના પિયરમાં ગળેફાંસો ખાઈ લેતા મોત હતું હતું બનાવ મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
માળિયા (મી.) ની માલાણી શેરીમાં રહેતા મુસ્કાનબેન અસ્વાદભાઈ જામ (ઉ.વ.૨૨) નામની પરિણીતાએ ગત તા. ૨૪ ના રોજ માળિયા એસબીઆઈ બેંક સામે પોતાના પિયર હાજીભાઇના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મૃતકનો લગ્નગાળો ૧૪ માસનો હોવાનું જાણવા મળ્યું છે માળિયા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે