Jasdan, તા. 28
જસદણમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે નૂતન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું લોકાર્પણ થતા ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને બહાર જવું નહીં પડે વિછીયા રોડ પર બનશે સરકારી કોલેજનું મહાકાય ભવન.
જસદણ શહેરના મેન બજારમાં આવેલ ડીએસવીકે હાઈસ્કૂલ ખાતે નવી શરૂ થયેલ સરકારી વિનયન વાણિજય કોલેજ નો અભિવાદન સમારોહ તેમજ લોકાર્પણ પ્રસંગે જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે આમૂલ શિક્ષણ થી વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં યોગદાન આપતા પ્રોફેસર બંધુઓ તથા વિધાર્થી મિત્રો સાથે સંવાદ કર્યો હતો .
ઘર આંગણે જ સંપૂર્ણ શિક્ષણની સુવિધાઓ ઉભી થતા હવે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહારના જિલ્લાઓમાં જવું નહીં પડે ટૂંક સમયમાં વિછીયા રોડ ઉપર સરકારી કોલેજનું અધ્યતન ભવન ઊભું થશે જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાના પ્રયાસોથી મંજુર થયેલ સરકારી કોલેજ માટે જમીન સંપાદનની કામગીરી પણ પૂર્ણ થયેલ છે. જસદણ ખાતેની આ કોલેજનું સૌપ્રથમ લોકાર્પણ થતાં સ્થાનિક વિદ્યાર્થીઓને હવે ઉચ્ચ શિક્ષણ માટે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કરવાની જરૂર રહેશે નહીં.