Prabhaspatan,તા.17
સ્વરોજગારી આત્મનિર્ભરતા પ્રાચીન લોક સંસ્કૃતિ જતન પ્રભાસ પાટણ સોમનાથ ત્રિવેણી સંગમ સાનિધ્ય આવેલ સૂર્યમંદિર પરિસરમાં તા.18 ના દરિયાઈ છીપ, હેન્ડીક્રાફ્ટ તાલીમ શિબિર નું ઉદઘાટન કરશે 30 જેટલા મહિલા બહેનોને સ્થાનિક તજજ્ઞ ગિરીશ ગીરી ભગવાનગીરી ગૌસ્વામી તથા તેમના પુત્રી શિવાની તેમજ પરિવારના જયાબેન આ તાલીમ કેમ્પમાં મહિલાઓને દરિયાઈ છીપમાંથી સોકેસ ના સુશોભિતો રમકડા છીપના પરદા, છીપ બોર્ડર વાળા અરીસા, કમળ ફૂલ, ઝુમ્મર ,ધાર્મિક પ્રતીકોને બનાવી તેને રંગે બે રંગે આકર્ષક રંગોળી થી ફોમ આપી બજાર સુધી કઈ રીતે પહોંચાડાય તેની તાલીમ આપવામાં આવશે.
ગીરીશભાઈ કહે છે કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગને પ્રોત્સાહન સમી આ આયોજન આગળ વધારવા સરકાર તરફથી લોન વેચાણ માટે પ્લેટફોર્મ પણ મળે છે અને સારી કૃતિ કલાઓને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળે છે.
કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી આ અંગે કલાકારો સ્વરોજગારી મેળવે અને આત્મનિર્ભર બને અને પ્રાચીન લોકકલા જતન થાય તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારના અધિકારીઓ સતત સંપર્કમાં રહે છે આ તાલીમ 50 દિવસની રહેશે જે દરરોજ બે કલાક ચાલશે અને તાલીમ પૂર્ણ થાય બહેનોને કુટીર ઉદ્યોગ તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે યોગ્ય પુરસ્કાર પણ અપાય છે આ તાલીમનો હેતુ બહેનોને કલા રોજગારી ક્ષેત્રે આગળ વધારવાનું છે.