Morbi,તા.25
રાતીદેવરી ગામ નજીક બાઈક અને છોટા હાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાન, બાળકી સહીત ત્રણને ઈજા પહોંચી હતી પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર આરોગ્યનગરમાં રહેતા જહાંગીર જમાભાઈ દલ નામના યુવાને છોટા હાથી જીજે ૩૬ વી ૩૬૪૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જહાંગીર, સલમાબેન આશીફભાઈ ભૂંગર અને ભાણેજ અલીના (ઉ.વ.૦૫) વાળા ટંકારાથી વાંકાનેર જતા હતા ત્યારે રાતીદેવરી ગામ નજીક પહોંચતા છોટા હાથી ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ફરિયાદી જહાંગીર, સલમાબેન અને ભાણેજ અલીનાને ઈજા પહોંચી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે