New Delhi તા.18
આવકવેરા વિભાગ દ્વારા વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ મહત્વની વિગતો જાહેર કરી છે. જે અંતર્ગત 22 જુલાઈ સુધીનાં અપીલનાં પેન્ડીંગ કેસોનો સ્કીમમાં સમાવેશ થઈ શકશે. આ અપીલનો નિકાલ આવી ગયો હોય અથવા પરત લેવાયા હોય તો પણ સમાવેશ કરી શકાશે.
કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા વિવાદ સે વિશ્વાસ સ્કીમ વિશેની કેટલીક ગુંચ વિશે ચોખવટ કરતો બીજો સેટ જારી કર્યો છે. કરદાતા આ સ્કીમ હેઠળ વિવાદનો ઉકેલ ઈચ્છતા હોય તો 21 ડીસેમ્બર સુધીમાં ડીકલેરેશન ફાઈલ કરવુ પડશે.
કોઈપણ કરદાતા યોજના હેઠળ અરજી કરવાને પાત્ર હોય અને 22 જુલાઈ સુધી અપીલ પેન્ડીંગ હોય તથા ડીકલેરેશન ફાઈલ કરતા પૂર્વે જ અપીલનો નિકાલ થઈ ગયો હોય તો પણ યોજના હેઠળ સેટલમેન્ટ માટે માન્ય રહેશે. કેસનો નિકાલ ન થયો હોવાનું માનીને સ્કીમમાં સેટલમેન્ટ કરવામાં આવશે.
વિવાદીત રકમ નીચલા રેટના પેમેન્ટ યોગ બનાવવા માટે 31 ડીસેમ્બર સુધીમાં ડેકલેરેશન ફાઈલ કરવાનું જરૂરી છે આ તારીખ પુર્વે પેમેન્ટ કરવાથી પાત્રતા નહીં ગણાય.વિવાદીત રકમનું પેમેન્ટ ટેકસ ઓફીસર દ્વારા ફોર્મ નંબર બેમાં જારી થનાર સર્ટીફીકેટ મળ્યા બાદ 15 દિમાં કરવાનું રહેશે.
કરદાતા દ્વારા 31 ડીસેમ્બર સુધીમાં ડેકલેરેશન ફાઈલ કરવામાં આવે તો તેણે સંપૂર્ણ વિવાદીત ટેકસ ડીમાંડની 100 ટકા રકમ ચુકવવી પડશે પેનલ્ટી તથા વ્યાજની રકમની માફી મળશે.ડેકલેરેશન 1 જાન્યુઆરી કે ત્યારબાદ કરવામાં આવશે. તો વિવાદીત ટેકસ ડીમાંડના 100 ટકા નાણાં ચુકવવાના રહેશે.
SMS – ઈમેઈલ મારફત નોટીસ
આવકવેરા વિભાગ દ્વારા એવુ જાહેર કરવામાં આવ્યુ છે કે નાણાકીય વર્ષ 2023-24 તથા 2021-22 ના વાર્ષિક ઈન્ફર્મેશન સ્ટેટમેન્ટમાં દર્શાવાયેલી લેવડદેવડના વ્યવહારો રીટર્નમાં મીસમેચ થતા હોય તેવા કિસ્સામાં કરદાતાઓને એસએમએસ તથા ઈમેઈલથી નોટીસ પાઠવવામાં આવી રહી છે.
કરપાત્ર આવક હોય અથવા વાર્ષિક ઈન્ફર્મેશન સ્ટેટમેન્ટમાં વધુ પડતા વ્યવહારો હોવા છતાં રીટર્ન ફાઈલ કર્યા હોય તો તેમને પણ એસએમએસ ઈમેઈલ કાઢવામાં આવી રહ્યા છે. લોકો 31 ડીસેમ્બર સુધીમાં રીવાઈઝડ રીટર્ન ફાઈલ કરીશકે છે.