New Delhi,તા.17
દેશમાં આવકવેરા રીટર્નમાં ખોટી રીતે કલેમ થયેલી કરમુક્તિમાં સ્કુટીની બાદ આવકવેરા વિભાગ રૂા.1070 કરોડ પરત વસુલી લીધા છે. આ રકમ રીફંડ તરીકે પણ કરદાતાને પરત થઈ હતી પણ 90000થી વધુ કરદાતાઓએ ખોટા કરમુક્તિ કલેમને રદ કરીને જે તે કરદાતા પાસેથી તે પરત વસુલી લીધી છે.
આવકવેરા વિભાગે સ્ક્રુટીનીમાં આ પ્રકારની કરમુક્તિ નકારી કરદાતાને સુધારેલા રિટર્ન ફાઈલ કરવા માટે ફરજ પાડી હતી. ખાસ કરીને કલમ 80સી, 80ડી, 80ઈ અને 80જી સહિતની કલમો હેઠળ આ કરમુક્તિ મેળવવામાં આવી હતી પણ કરદાતાને ખરેખર તે મુક્તિ મળી શકે નહી તે સ્થાપીત કરી જે તે કરકપાત રદ કરી હતી.
આ કરદાતામાં સરકારી ઉપરાંત ખાનગી કંપનીના કર્મચારીઓ અને સ્વરોજગાર ધરાવતા કરદાતા પણ સામેલ હતા. આવકવેરા વિભાગે હાલમાં જ 31 ડિસેમ્બર સુધી સુધારેલું રીફંડ દાખલ કરવાની તક આપી હતી.