Adelaide,તા.05
ભારતીય ક્રિકેટ ટીમે પર્થમાં રમાયેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવીને તે ટીમને બેકફુટ પર મોકલી દીધી છે. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી પૈકીની બીજી ટેસ્ટનો મુકાબલો હવે એડિલેડમાં રમાશે.
પર્થમાં ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી, બુમરાહ, જયસ્વાલનો દેખાવ મેચ વિનીંગ રહેવા પામ્યો હતો. બુમરાહે ટેસ્ટમાં 8 વિકેટો ઝડપવાની સાથે ઓસ્ટ્રેલિયામાં કુલ 40 વિકેટો પુરી કરી છે. કોહલીએ કારકિર્દીની 30મી અને જયસ્વાલે 4થી ટેસ્ટ સદી પુરી કરી હતી.
તેણે 2024માં 1280 રન પૂરા કર્યા. એડિલેડ ખાતેની બીજી ટેસ્ટમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે. અલબત તે હાલ ફોર્મમાં નથી તેથી જયસ્વાલ, ગિલ અને વિરાટ કોહલી પર વિશેષ જવાબદારી રહેશે.
આજ સુધી ભારતે ઓસ્ટ્રેલિયા સામે કુલ 108 ટેસ્ટ રમી છે. જેમાંથી ભારતે 33 અને ઓસ્ટ્રેલિયાએ 45 ટેસ્ટમાં વિજય પ્રાપ્ત કર્યો છે. 29 ટેસ્ટ ડ્રો અને 1 ટેસ્ટ ટાઇ થઇ છે.
આજ સુધી ભારતે કુલ 4 ડે-નાઇટ ટેસ્ટ રમી છે. જેમાં ભારતે 3માં વિજય મેળવ્યો છે. 1 ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી છે.
2019માં ઇડન ગાર્ડન ખાતે રમાયેલી બાંગ્લાદેશ સામેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 1 દાવ અને 46 રનથી હરાવ્યું હતું. 2020માં ભારત ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં 8 વિકેટે હાર્યુ હતું. જયારે 2021માં અમદાવાદ ખાતેની ડે-નાઇટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી વિજય મેળવ્યો હતો.
જયારે 2022માં બેંગ્લુરૂ ખાતે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં ભારત શ્રીલંકાને 238 રને પરાજીત કરીને ટેસ્ટ જીતી હતી. 2020-21માં એડિલેડમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે 244 અને 36 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં માત્ર વિરાટ 74 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ 191 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ભારત માત્ર 36 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ભારત માત્ર 36 રનમાં ઓલઆઉટ થતા ઓસ્ટ્રેલિયાએ 91 રનનો વિનીંગ ટાર્ગેટ ચેઇઝ કરી 8 વિકેટે વિજય મેળવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં 7 ડે-નાઇટ ટેસ્ટ રમી છે. જે સઘળી ટેસ્ટ મેચોને ટીમે જીતી છે. ઓસ્ટ્રેલિયાનો એડીલેડમાં દેખાવ શાનદાર રહ્યો છે. ભારતનો ડે-નાઇટ ટેસ્ટમાં શ્રેષ્ઠ ટીમ જુમલો 9 વિકેટે 347 રનનો રહ્યો છે. જે ર019માં બાંગ્લાદેશ સામે કલકતામાં નોંધાયો હતો. જયારે ન્યુનતમ ટીમ જુમલો ઓસિઝ સામે 36 રનનો રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ 12 ડે-નાઇટ ટેસ્ટ રમીને માત્ર 1 જ ટેસ્ટ ગુમાવી છે, જે 2024માં બ્રિસ્બેન ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની હતી. જેમાં વિન્ડીઝે 8 રને ઓસ્ટ્રેલિયા સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. અત્યાર સુધી કુલ 22 ડે-નાઇટ ટેસ્ટ રમી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 11 ભારતે-3, ઇંગ્લેન્ડ 2 અને પાકિસ્તાન, વિન્ડીઝ, ન્યુઝીલેન્ડ અને દ.આફ્રિકાએ 1-1 જીતી છે. શ્રીલંકાએ 2 ટેસ્ટ જીતી છે.
ઓસ્ટ્રેલિયાનો ઝડપી ગોલંદાજ હેઝલવુડ ભારત સામેની ડે-નાઇટ ટેસ્ટ ઇજાગ્રસ્ત હોવાને કારણે ગુમાવશે. તેણે પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો. તેણે છેલ્લી ડે-નાઇટ ટેસ્ટમાં ભારત સામે 8 રનમાં 5 વિકેટો ઝડપી હતી.
3 ગુલાબી ટેસ્ટ રમેલા હેઝલવુડે એડિલેડમાં કુલ 18 વિકેટો ઝડપી છે. ઝડપી ગોલંદાજ શોન એબોટ અને બે્રડન ડોગેટને એડિલેડ ટેસ્ટની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા છે. હેઝલવુડના સ્થાન પર ઝડપી ગોલંદાજ સ્કોટ બોલેન્ડને આખરી ઇલેવનમાં સમાવેશ કરવાનો વિકલ્પ છે.
હેઝલવુડે ભારત સામે 16 ટેસ્ટમાં 56 વિકેટો ઝડપી છે. ભારત સામે 2020-21 શ્રેણીમાં રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં 8 રનમાં 11 વિકેટો ઝડપી હતી. ભારતીય ટીમ ત્યારે ટેસ્ટના બીજા દાવમાં માત્ર 36 રનમાં ઓલ આઉટ થઇ હતી. પર્થ ટેસ્ટમાં પણ તેણે પ્રથમ દાવમાં 4 વિકેટો ઝડપી હતી.
(4-3-1)
ભારત ડે-નાઇટ ટેસ્ટ
ભારતીય ટીમે પોતાની છેલ્લી ડે-નાઇટ ટેસ્ટ મેચ માર્ચ 2022માં શ્રીલંકા વિરૂધ્ધ બેંગ્લુરૂમાં રમી હતી, ભારતે અત્યાર સુધી ગુલાબી દડાથી ચાર ટેસ્ટ મેચો રમી છે. બાંગ્લાદેશ સામે 2019માં કલકતા ખાતે વિજય સાથે ત્યારબાદ ભારત 2020માં એડિલેડ ખાતે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ત્યારપછી ભારતીય ટીમે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 2021માં અમદાવાદ ખાતે અને 2022માં શ્રીલંકા સામે બેંગ્લુરૂમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા :
12-11-1
ડે-નાઇટ ટેસ્ટ
ઓસ્ટ્રેલિયાએ આજ સુધી કુલ 12 પિન્ક બોલ ટેસ્ટ રમી છે. જેમાંથી 11માં વિજય પ્રાપ્ત કર્યો છે. એમાં એડીલેડમાં ઓસ્ટ્રેલિયાએ રમેલા સાતેય ગુલાબી દડાનો ટેસ્ટમાં જવલંત વિજય હાંસલ કર્યો છે.
♦ 2018માં ભારતે ઓસ્ટ્રેલિયાને એડિલેડ ટેસ્ટમાં 31 રનથી હરાવ્યું હતું.
♦ 2020માં ભારત ઓસિઝ સામે માત્ર બીજા દાવમાં 36 રનમાં આઉટ થયેલું (49204048042)
♦ ગુલાબી દડાના ટેસ્ટમાં ઓસિઝનો દેખાવ શાનદાર રહ્યો છે. 12 ટેસ્ટ : 11 વિજય : 1 હાર
♦ ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ માત્ર એક જ ડે-નાઇટ ટેસ્ટ રમી છે અને ભારતને ટેસ્ટને યાદ કરવા નથી ઇચ્છતું
♦ 2020માં ભારત ઓસ્ટ્રેલિયા સામેની ડે-નાઇટ ટેસ્ટના બીજા દાવમાં 36 રન જ બનાવ્યા હતા.