Lucknow, તા.24
ઉત્તરપ્રદેશના લખનઉમાં દિવ્ય ગીતા પ્રેરણા ઉત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ધર્મરક્ષા માટે લડવાનું આહ્વાન કર્યું હતું. સંઘવડાએ કહ્યું કે આપણું ભારત સમગ્ર દુનિયાનું વિશ્વગુરૂ હતું.
સમગ્ર વિશ્વ માટે સહારો હતો. એક સમયે ચક્રવર્તીય સમ્રાટ પણ હતા. હજારો વર્ષો સુધી આક્રમણખોરોએ ત્રાટકીને ધાર્મિકસ્થાનો નષ્ટ કર્યા હતા. મોટાપાયે બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવ્યું હતું છતાં તે વખતે પણ ભારત જ હતું.
ભલે ઐતિહાસિક વૈભવના દિવસો રહ્યા નથી છતાં આક્રમણનો સમય પણ વિતિ ગયો છે. હવે આપણે રામ મંદિર પર ધ્વજ ફરકાવવાના છીએ. આપણે ધર્મરક્ષા માટે લડવાનું છે. વિશ્વમાં શાંતિની સ્થાપના, ગીતાના માધ્યમથી જ શકય છે.
આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે સંઘની કામગીરી વિશે વિદેશી નેતાઓ-રાજદ્વારીઓ સવાલ પૂછતા હોય છે. જ્યારે તેઓને સ્પષ્ટ રીતે કહું છું કે સંઘ સામાજિક સહયોગથી ચાલતું સંગઠન છે તેમાં કોઈ વિદેશી ફન્ડિંગ આવતું નથી.
તેઓએ કહ્યું કે કોઈપણ જાતની લાલચમાં આવીને ધર્માંતરણ ન કરવું જોઈએ તે મહાપાપ છે. સમગ્ર ભારતને ધર્મક્ષેત્ર માનીએ છીએ એટલે યુધ્ધનું મેદાન પણ ભારત માટે ધર્મક્ષેત્ર છે. ધર્મક્ષેત્રમાં લડાતું યુધ્ધ કર્તબોનું હોય છે.
સંઘે 100 વર્ષમાં કયારેય સોદાબાજી નથી કરી પરંતુ કેટલાક લોકોએ દેશ-વિદેશમાં સેવાના નામે સોદાબાજી કરી છે. સંત જ્ઞાનાનંદની સંસ્થા `જીઓ ગીતા પરિવાર’ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. દરેક વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે જ નહીં પણ તેને સમજે અને જીવનમાં ઉતારે તેવા ઉદ્દેશ સાથે સંસ્થા કાર્યરત છે.
મોહન ભાગવતે પ્રવચનમાં રાજા જન્કની વાત ટાંકીને પરિસ્થિતિ બદલાતી રહે છે છતાં આપણે અડગ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. પુરૂષાર્થ મજબૂત હોય માટે ભાગ્ય પણ સાથ આપે છે. ગીતાનો માર્ગ અપનાવીને જ ભારત વિશ્વગુરૂ બની શકે છે.
ભારતની પરંપરામાં ધર્મની સાથે શાંતિની પણ વ્યવસ્થા છે. ગીતામાં સમસતાથી ભાગવાન, બદલે તેનો સામનો કે આની પ્રૈરણા આપે છે. ધર્મના આધારે સફળતા નિશ્ચિત છે. રાષ્ટ્રસેવા જ કર્તવ્ય છે.

