Washington તા.14
ભારત પર ટેરિફ અને પેનલ્ટી લાદવાના આકરા વલણ વચ્ચે અમેરિકાના સેક્રેટરી ઓફ ધ ટ્રેઝરી (નાણા મંત્રી) સ્કોટ બેસન્ટે ભારતે પર વધુ એક આરોપ મૂક્યો છે. તેમણે ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે સરખી રીતે વાત કરતુ ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે, આ ટેરિફ લાદવા પાછળનું કારણ ભારતનો રશિયા સાથે વેપાર છે. વિશ્વની મહાસત્તાના પ્રતિબંધો અને ઈનકાર કરવા છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ સહિતના વેપાર સંબંધો જાળવી રહ્યું છે.
સ્કોટ બેસન્ટે મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમેરિકા સાથે ચાલી રહેલી ટ્રેડ ડીલમાં ભારત નરમ વલણ અપનાવી રહ્યું છે. અમારો લક્ષ્ય ઓક્ટોબર સુધી મોટા વેપાર કરાર પૂર્ણ કરવાના છે. તમામ ટોચના દેશો સાથે સચોટ શરતો પર સહમતિ મેળવવાની અપેક્ષા છે.

