પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા
Pakistan, તા.૭
પહલગામ આતંકવાદી હુમલા બાદથી જ ભારતીય સેના આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે તેની રાહ જોવાઈ રહી હતી. એવામાં સેનાના બહાદુર જવાનોએ ‘ઓપરેશન સિંદૂર’ પાર પાડ્યું છે અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ભારતની કડક કાર્યવાહી બાદ પાકિસ્તાને બેબાકળા થઈ ર્ન્ઝ્ર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સરહદ પર ગોળીબારમાં ભારતના ત્રણ નાગરિકોના નિધન થયાની ભારતીય સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય સેના પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. સરહદ વિસ્તારમાં ઘણા નાગરિકો બંકરમાં આશરો લઈ રહ્યા છે. ભારતીય સેનાએ કુલ ૯ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટિ્વટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો મ્જીહ્લ જડબાતોડ જવાબ આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા.