Cairo,તા,14
ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં શાંતિ સમજુતીને આગળ ધપાવવા માટે આજે ઈજીપ્તના પાટનગર કાઈરો પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વિરામનો ઉલ્લેખ કરતા ફરી એક વખત પોતે હવે સાત નહી આઠ યુદ્ધનો અંત લાવ્યો છે તેવા દાવામાં ભારત-પાકનો ઉલ્લેખ કરવાનું પણ ભૂલ્યા ન હતા.
શ્રી ટ્રમ્પે ગાઝા-શાંતિ-શીખર પરિષદને સંબોધન કરતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર જ તેમના ભારત સાથેના સંબંધો ખૂબજ સારા હોવાનું દર્શાવતા કહ્યું કે ભારત મહાન દેશ છે અને સૌથી મહત્વનું તેના નેતા મારા મિત્ર છે અને તેઓ ખૂબ જ સારુ કામ કરી રહ્યા છે.
તેઓએ ભારત-પાક વચ્ચેના મીની યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે હું માનું છું કે ભારત-પાક હવે ખૂબજ સારી રીતે સાથે રહેશે. પહેલગામ હુમલાના પગલે જે રીતે ભારત-પાક વચ્ચે લશ્કરી અથડામણ થઈ હતી તેમાં ટ્રમ્પ સતત એવો દાવો કરે છે કે તેઓએ બન્ને દેશો વચ્ચે અણુયુદ્ધ થવાની શકયતા હતી તે પણ અટકાવી હતી.
યુદ્ધ વિરામ કરાવ્યુ હતું. ટ્રમ્પે ભારત-પાકનો ઉલ્લેખ કરતા સમયે આ શિખર પરિષદમાં હાજર રહેવા પાક.ના વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફ પાછળ જોઈને બરોબર તેવું કહ્યું અને શરીફે પણ ઉત્સાહમાં `હા’ પાડી હતી.
આ અગાઉ ગઈકાલે ટ્રમ્પ ઈઝરાયેલના પાટનગર તેલઅવીવ પહોંચ્યા હતા જયાં તેઓ ગઈકાલે મુક્ત કરાયેલા ઈઝરાયેલના બંધકોને મળ્યા હતા તથા ઈઝરાયેલની સંસદને પણ સંબોધન કર્યુ હતું. તેમાં પણ ટ્રમ્પે ભારત-પાક યુદ્ધ ખત્મ કરાવ્યાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ટેરીફ અને યુદ્ધને સાંકળી લેતા કહ્યું કે હું ટેરીફ આગળ ધરીને 24 કલાકમાં યુદ્ધ સમાપ્ત કરાવ્યુ છે. જો ટેરીફ ન હોત તો તમે કદી યુદ્ધ ખત્મ કરી શકો નહી. તેઓએ અગાઉ પણ પોતાની ટેરીફ તાકાતને મહત્વની ગણાવી હતી.
કાઈરો બેઠકનું નેતૃત્વ ઈઝરાયેલના પ્રમુખ અબ્દેલ-ફતાહર અલ-સીસી કરી રહ્યા છે. પાક વડાપ્રધાન આ શિખર પરિષદમાં હાજર હતા. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યુ હતું પણ મોદીએ જવાનુ પસંદ કર્યુ નથી અને ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ રાજયમંત્રી કિર્તી વધેનસિંહ કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી મોદીએ ગાઝાની શાંતિ-સમજુતીને આવકારી છે અને તે માટે પ્રમુખ ટ્રમ્પની પ્રશંસા પણ કરી હતી.મધ્યપુર્વની શાંતિ-શિખર વાર્તા સમજુતીમાં ભાગ લઈ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ શિખર બેઠકમાં હાજર રહેવા ઈટલીના વડાપ્રધાન મેલોનીની પ્રશંસા કરતા તેમને બેહદ ખૂબસૂરત કહ્યા હતા તથા અવિશ્વસનીય તથા સફળ રાજનેતા પણ ગણાવ્યા હતા જેનું ઈટલીમાં ખૂબજ સન્માન છે.
મેલોની આ બેઠકમાં હાજર રહેનાર એકમાત્ર મહિલા રાષ્ટ્રનેતા છે. પ્રમુખ ટ્રમ્પે મેલોનીની પ્રશંસા કરવામાં કોઈ શબ્દોની કમી રાખી ન હતી. તેઓએ કહ્યું કે મંચ પર ઉભેલા ઈટલીના પીએમ અત્યંત ખૂબસૂરત યુવતી છે.
જો કે પક્ષે તેમ કહેવાની મંજુરી નથી. કારણ કે સામાન્ય રીતે આમ કહેવા પર તમારી રાજકીય કારકિર્દીનો અંત આવી શકે છે. ટ્રમ્પે પછી મેલોની ભણી જોઈને કહ્યું કે તમોને ખૂબસૂરત કહું તો કોઈ વાંધો નથીને! કારણ કે તમો ખૂબસૂરત છો. ટ્રમ્પે કહ્યું કે જો અમેરિકામાં કોઈને આવું કહીએ તો તમારી રાજકીય કારકિર્દી જ ખત્મ થઈ જાય છે.હજારોના મોત બાદ આખરે ગાઝામાં શાંતિ સ્થપાઈ છે. ઈઝરાયલ અને હમાસ સીઝફાયર માટે રાજી થયા બાદ ગઇકાલે ઈજિપ્તમાં સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રમ્પ સહિત વિશ્વના અનેક નેતાઓ પહોંચ્યા હતા. અહીં મંચ પર ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ભાષણ આપવા બોલાવ્યા, બાદમાં શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાને ટ્રમ્પના દાવાનું સમર્થન કરતાં કહ્યું કે ટ્રમ્પની મધ્યસ્થીના કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું હતું.ટ્રમ્પ ભાષણ આપી રહ્યા હતા, એમાં અચાનક જ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાનને ભાષણ આપવા આમંત્રણ આપ્યું.
શાહબાઝ શરીફે કહ્યું, કે ‘આજનો દિવસ આધુનિક ઈતિહાસમાં સૌથી મહાન દિવસોમાંથી એક છે. ટ્રમ્પના પ્રયાસોના કારણે જ શાંતિ સ્થાપિત થઈ છે. ટ્રમ્પના કારણ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાયું. તમે નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી યોગ્ય ઉમેદવાર વ્યક્તિ છે.’
શરીફે વધુમાં કહ્યું, કે ‘જો આ વ્યક્તિ ( ટ્રમ્પ ) ના હોત તો ન જાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થયું હોત! કારણ કે બંને દેશો પાસે પરમાણુ બોમ્બ છે.’ શરીફની આટલી ખુશામત સાંભળી ટ્રમ્પ પણ ગદગદ થઈ ગયા. કહ્યું, ‘વાહ! તમે ખૂબ સુંદર કહ્યું, ખૂબ ખૂબ આભાર!’ નોંધનીય છે કે ટ્રમ્પે પોતાના ભાષણમાં પાકિસ્તાનની સેનાના પ્રમુખ આસિમ મુનિરને તેમના ‘ફેવરિટ ફિલ્ડ માર્શલ’ ગણાવ્યા હતા.
ઇજિપ્તઃ સોમવાર, 13 ઓક્ટોબરના રોજ ઇજિપ્તમાં ગાઝાના ભવિષ્ય પર વૈશ્વિક સમિટમાં, રાજદ્વારી નાટકનો એક ક્ષણ ખુલ્યો જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે જાહેરમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ સંઘર્ષ ટાળવા અને ગાઝા યુદ્ધવિરામ સુરક્ષિત કરવાનો શ્રેય આપ્યો. પ્રાદેશિક સ્થિરતા પર શર્મ અલ-શેખ સત્ર દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીઓ તેમની સામગ્રી ઉપરાંતના કારણોસર ઝડપથી વાયરલ થઈ ગઈ.
શરીફના પ્રશંસનીય પ્રશંસા પર ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રતિક્રિયાએ ઇન્ટરનેટનું ધ્યાન ખેંચ્યું. શરીફે ટ્રમ્પને 2026 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા અને તેમને “શાંતિપુરુષ” તરીકે બિરદાવ્યા, ત્યારે મેલોની પોતાનું મોં ઢાંકતી અને હાસ્ય દબાવતી જોવા મળી.
લાઈવ કેમેરામાં કેદ થયેલો તેમનો દૃશ્યમાન અવિશ્વાસ, શરીફના વિસ્તૃત પ્રશંસાથી તદ્દન વિપરીત હતો, જેને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ “અનફિલ્ટર રાજદ્વારી અણઘડતા” ની ક્ષણ તરીકે ઓળખાવી છે.
વીડિયોમાં, મેલોની દેખીતી રીતે આશ્ચર્યચકિત દેખાઈ રહી હતી, જેણે દર્શકોને મધ્ય પૂર્વ સ્થિરતાને સમર્પિત એક મંચ પર શરીફના નિવેદનના સમય અને યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. ત્યારથી આ ક્લિપ વાયરલ થઈ ગઈ છે, જેને લાખો વ્યૂઝ મળ્યા છે.