Mumbai,તા.17
આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ક્રમાંકો જાહેર કર્યા છે જે અનુસાર ભારત રવિવારે ઈડન ગાર્ડન્સમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ હારી જતાં રેન્કિંગમાં એક ક્રમ નીચે ઊતર્યું છે, જ્યારે સાઉથ આફ્રિકા બીજા નંબર પર આવી ગયું છે.
ભારતે કોલકાતાની ટેસ્ટમાં 30 રનની સરસાઈ લીધી હતી, પણ છેવટે 30 રનના નાના તફાવતથી જ ટીમ ઇન્ડિયાએ પરાજય જોવો પડ્યો. સાઉથ આફ્રિકા 2010 પછી પહેલી વાર ભારતની ધરતી પર ટેસ્ટ જીતવામાં સફળ થયું છે.
ભારતની ટીમ ડબ્લ્યૂટીસીમાં ત્રીજા નંબરે હતી, પણ આ પરાજયને પગલે ચોથા નંબર પર જતી રહી છે, જ્યારે સાઉથ આફ્રિકાએ એક નંબરની પ્રગતિ કરીને બીજું સ્થાન મેળવ્યું છે. વર્તમાન ડબ્લ્યૂટીસી સીઝનમાં ભારત આઠમાંથી ચાર ટેસ્ટ જીત્યું, ત્રણ હાર્યું અને એક ટેસ્ટ ડ્રો થઈ છે.

