New Delhi,તા,01
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ સિવાયનું કેન્દ્ર બનેલા રશિયન ક્રુડતેલ ખરીદીમાં હવે ભારતે તબકકાવાર રશિયન ક્રુડતેલ ખરીદી ઘટાડાને અમેરિકી ટેરિફનો ભાર હળવો કરવા કોશીશ શરૂ કરી છે.
અત્યાર સુધી પોતાની આવશ્યકતાનો અડધોથી વધુ ક્રુડતેલ જથ્થો ભારતીય રીફાઈનરીઓ રશિયા પાસેથી ખરીદી કરતા હતુ પણ આગામી સમયના નવા કોન્ટ્રાકટમાં આ પ્રમાણ ઘટાડી દીધુ છે જેના કારણે ડિસેમ્બર-જાન્યુઆરી માસથી રશિયન ક્રુડતેલ ખરીદી નહીવત થઈ જશે.
અમેરિકાએ ભારતમાં સક્રીય રશિયન ક્રુડતેલ કંપની રોઝનેફટને પ્રતિબંધાત્મક યાદીમાં મુકી છે અને અન્ય એક રશિયન કંપની લુકોઈલ પણ આ જ પ્રકારે પ્રતિબંધીત છે. ખાનગી રીફાઈનરીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જે રોઝનેફટ સાથે લાંબાગાળાના કરાર ધરાવે છે. તેણે પણ હવે રશિયન ક્રુડતેલ ખરીદી બંધ કરી છે.
મેંગ્લોર રીફાઈનરીએ પણ રશિયન ખરીદી અટકાવી દીધી છે તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને મિતલ એનર્જીના સંયુક્ત સાહસની રીફાઈનરી પણ હવે રશિયન ક્રુડતેલ ખરીદતી નથી જે 9.20 લાખ બેરલ ક્રુડતેલ દરરોજ ખરીદતી હતી.
હવે ગલ્ફ તથા અમેરિકી ખરીદી વધારી છે અને હાલ રશિયાથી રવાના થઈ ચૂકેલા ઓઈલ ટેન્કર પણ હવે પુરતી ચકાસણી બાદ જે તેને અગાઉના કોન્ટ્રાકટના છે તે નિશ્ચિત કરી મંજુરી અપાય છે.

