New Delhi,તા.25
ભારત-યુકે મુકત વ્યાપાર સમજુતિ (એફટીએ)થયા બાદ હવે કારોબાર અને રોજગારની દ્રષ્ટિએ બન્ને પક્ષો માટે નવા અવસરો પેદા થશે. ભારતની દ્રષ્ટિએ જોવામાં આવે તો ખેડુતો શ્રમિકો અને નિકાસકારોને સૌથી વધુ લાભ થશે.
સમજુતી સાથે જોડાયેલી શરતો અંતર્ગત સમુદ્રી ઉત્પાદનો, ચામડુ, રત્ન આભુષણ, ફર્નીચર, રમત ગમત સામગ્રી, ટેકસટાઈલ તેમજ પરિધાન, કેમિકલ્સ અને બેઝ મેટલ્સ જેવા ઉત્પાદનો પર બ્રિટનમાં લાગનાર આયાત ચાર્જ શુન્ય થઈ જશે. જેથી ભારતનાં નિકાસકારો માટે સસ્તા ભાવે પોતાના ઉત્પાદનોને યુકેનાં બજારમાં વેચવાની તક ઉપલબ્ધ થશે.
બીજી બાજુ ભારતમાં યુકેની કારો, વ્હીસ્કી, કપડા અને ફુટવેર સહિત અન્ય સામાન સસ્તા થશે. નવી સમજુતીથી ભારતીય ખેડુતોને યુકેનાં કૃષિ બજારમાં ખાસ પહોંચ મળશે. સંભાવના છે કે આ સમજુતીથી યુકેમાં ભારતને 37.5 અબજ અમેરીકી ડોલરનું બજાર ઉપલબ્ધ થશે.
જયાં ખેડુતોનાં ઉત્પાદનોને વેંચી શકાશે. ખાદ્ય પ્રોસેસ્ડ ઉત્પાદનોની પહોંચ પણ વધશે. કારણ કે સમજુતી અંતર્ગત પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો પર યુકેમાં આયાત ચાર્જ 70 ટકાથી ઘટીને શુન્ય થઈ જશે. આથી પ્રોસેસ્ડ ક્રુડ નિકાસકારોને લાભ મળશે.
ડબલ યોગદાન સમજુતી (ડીસીસી)ને પણ મુકત વ્યાપાર સમજુતીમાં સામેલ કરવામાં આવ્યું છે.આથી ભારતીય કર્મચારીઓ અને નિયુકિત આપનારાઓને યુકેમાં ત્રણ વર્ષ સુધી સામાજીક સુરક્ષા માટે યોગદાન કરવાથી છૂટ રહેશે.
ભારતીય પ્રોફેશનલ્સને હવે યુકેમાં બહેતર ગતિશીલતા અને રોજગારનાં અવસર મળશે ખાસ કરીને 1800 ભારતીય શેફ, યોગ શિક્ષક સાથે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા શિક્ષકોને યુકેમાં સેવા આપવાની તક મળશે.
એમએસએમઈ દ્વારા તૈયાર કરવામાં આવનાર ઉત્પાદનો યુકે સાથે સંલગ્ન બજારોમાં શુન્ય ચાર્જ સાથે પહોંચે મળશે તેમાં વસ્ત્ર-પરિધાન જૂતા આભુષણ, રમત સામગ્રી સહિત ઉત્પાદનો તૈયાર કરનાર ક્ષેત્ર સામેલ છે.
કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ક્ષેત્રની દ્રષ્ટ્રિએ આ સમજુતી ઘણી મહત્વની સાબિત થશે. આથી કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોને નવુ બજાર મળશે. સમજુતી અંતર્ગત 95 ટકાથી વધુ ભારતીય કૃષિ ચાર્જ લાઈનોને યુકેની બજારોમાં શુન્ય ચાર્જ લાગશે.જેથી ભારતની કૃષિ નિકાસમાં આગામી ત્રણ વર્ષમાં 50 ટકાથી વધુ વૃદ્ધિની આશા છે.
વ્હીસ્કી: યુકેથી આયાત થતી સ્કોચ (વ્હીસ્કી)પર ભારતનો ટેરિફ 150 ટકાથી ઘટીને 75 ટકા થઈ જશે.
ખાદ્ય અને પેય પદાર્થ:યુકેથી સેલ્મન, લેબ, ચોકલેટ, બિસ્કીટ, અને સોફટ ડ્રીંક આયાત થાય છે તેના પર ટેરીફ ઘટી જશે.
કોસ્મેટીકસ અને સ્વાસ્થ્ય ઉપકરણ: યુકેથી આયાત થતાં કોસ્મેટીકસ મેડીકલ ઉપકરણ અને એરોસ્પેસ પાર્ટસ પર ટેરિફ 15 થર ઘટીને 3 ટકા થઈ જશે.
લકઝરી કારો: યુકેથી આયાત થતી કારો પર ટેરિફ 100 ટકાથી કોટા સીસ્ટમ અંતર્ગત 10 ટકા સુધી થઈ જશે.
કપડા: બ્રિટનથી આવતા બ્રાન્ડેડ કપડા, ફેશન સામગ્રી અને હોમવેર પણ સસ્તા થશે.જયારે ફર્નીચર પણ ઓછી કિંમતે મળશે.