ફ્રાન્સ દ્વારા રજૂ કરાયેલ આ ઠરાવને ૧૪૨ દેશોએ ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો
New York, તા.૧૩
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ફરી એક વાર ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીના તરફેણમાં મતદાન કર્યું છે. ભારતે પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપવાના ઠરાવનું સમર્થન કર્યું છે.ળાન્સ દ્વારા રજૂ કરાયેલ આ ઠરાવને ૧૪૨ દેશોએ ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. જોકે, આ ઠરાવનો અમેરિકા અને ઇઝરાયેલે વિરોધ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે આ એક રાજકીય દેખાડો છે. આ ઠરાવ હમાસ જેવા આતંકી સંગઠનોને પીઠબળ પૂરું પાડશે.ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીનો અમેરિકાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, અમે આ ઠરાવનો વિરોધ કરીએ છીએ. અમેરિકાના રાજદૂત મોર્ગન ઓર્ટાગસે તેને રાજકીય દેખાડો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે.,એમાં કોઈ શંકા નથી કે આ ઠરાવ હમાસ માટે ભેટ છે.આ અંગે શુક્રવારે થયેલા મતદાનમાં પેલેસ્ટાઇનની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં ભારત પણ સામેલ હતું. જયારે ગલ્ફ દેશોએ પણ ઠરાવને ટેકો આપ્યો હતો. જ્યારે ઇઝરાયલ, અમેરિકા આર્જેન્ટિના, હંગેરી, માઇક્રોનેશિયા, નૌરુ, પલાઉ, પાપુઆ ન્યુ ગિની, પેરાગ્વે અને ટોંગાએ ઠરાવની વિરુદ્ધ મતદાન કર્યું હતું.જયારે આ ઠરાવની ઇઝરાયલે પણ ટીકા કરી હતી. ઇઝરાયલના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓરેન માર્મોર્સ્ટાઇને એક્સ પર ઠરાવનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે ” ફરી એકવાર એ સાબિત થયું છે કે યુએન મહાસભા વાસ્તવિકતાથી દૂર એક રાજકીય સર્કસ છે. આ ઠરાવ દ્વારા સમર્થિત જાહેરાતમાં એક પણ સ્થળે ઉલ્લેખ નથી કે હમાસ એક આતંકવાદી સંગઠન છે.”