America,hi,તા.03
અમેરિકાએ ભારત પર ઝીકેલા 50% ટેરીફ બાદ હવે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રુડતેલ ખરીદવા મુદે ભારત પર દબાણ વધારવા માટે જી-7 સહિતના યુરોપીયન દેશો પણ ભારત પર પ્રતિબંધાત્મક પગલા જાહેર કરે તેવી ટ્રમ્પની માંગ બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન હવે ખુલ્લામાં ભારતની સાથે આવી ગયા છે અને અમેરિકા તથા યુરોપીયન દેશોને ચેતવણીના સ્વરમાં જણાવ્યું હતું કે રશિયા ભારતની સાથે છે. પુટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુદ્ધીમાન નેતા ગણાવતા ઉમેર્યુ કે ભારત તેને ખુદને અપમાનીત થવા દેશે નહી.
ગઈકાલે રશિયાના પ્રમુખે બ્લેક સી રિસોર્ટ પર 140 દેશોના સુરક્ષા અને જીયો પોલીટીકલ નિષ્ણાંતો સાથે આંતરરાષ્ટ્રીય વલ્દાઈ ચર્ચા મંચ પર બોલતા કહ્યું કે રશિયા ભારત વચ્ચે કોઈ તનાવ નથી. તેઓએ અમેરિકા તથા યુરોપના દેશો જે રીતે રશિયન ક્રુડતેલ ખરીદવા સામે ભારતને ધમકાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે શું ભારત તેના ઉર્જા લાભોને એમજ છોડી દેશે! જો તેમ થશે તો ભારતને જ નુકશાન થશે અને તે નુકશાન 9-10 અબજ ડોલરનું પણ થઈ શકે છે તેવો નિષ્ણાંતોનો અંદાજ છે.
ભારત પર જો અમેરિકા પ્રતિબંધ લાદે તો જે નુકશાન થશે તે તેટલુ જ હશે. તેઓએ અમેરિકાએ જે રીતે ટેરિફ સહિતન પ્રતિબંધ લાદયા છે તેમાં રશિયા મદદે આવી શકે છે તેવું જણાવતા ઉમેર્યુ કે ભારત આમેય રશિયા દવા ખરીદી શકે છે.
ભારત પાસેથી વધુ કૃષી ઉત્પાદનો ખરીદી શકે છે. તેઓએ કહ્યું કે મે ભારત સાથે વ્યાપાર સમતુલા બનાવવા માટે અમારા વ્યાપાર મંત્રાલયને જણાવ્યું છે. તેઓએ કહ્યું કે ભારત-રશિયા વચ્ચે જે તકો છે તેનો પુરી રીતે ઉપયોગ કરવાની જરૂર છે. તેઓએ આ માટે ચલણ લેવડ-દેવડના જે વિધાનો છે તેને ઉકેલવાની જરૂરિયાત દર્શાવી હતી.
શ્રી ટ્રમ્પે જણાવ્યું કે ભારત એક સ્વાભીમાની દેશ છે તેના પર અમેરિકાનું ટેરીફ શ કામ નહી આવે તે નિશ્ચિત છે તેથી અમેરિકી દબાણની ગંભીર અસર થશે નહી.
તેઓએ કહ્યું કે ભારત જયારે આઝાદી માટે સંઘર્ષ કરતુ હતું તે સમયે પણ રશિયા તેની સાથે હતું.
ભારત અમારી સાથેના મજબૂત સંબંધ કદી ભુલ્યુ નથી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દોસ્ત ગણાવતા કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારતની રાષ્ટ્રવાદી સરકાર પણ પ્રશંસાના પાત્ર છે.