New Delhi,તા.24
અનેક વાર ટેકનિકલ કારણે મોકુફ રહેલી ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુકલાની અંતરિક્ષ યાત્રાની નવી તારીખ જાહેર થઈ છે. જે મુજબ આવતીકાલે તા.25 જૂને તેમનું અંતરિક્ષ મિશન એકિસઓમ મિશન-4’ લોન્ચ થશે. આ જાણકારી નાસાએ આપી છે.
આ મિશન અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સ્પેસ ક્રાફટ અને પ્રાઈવેટ કંપની એકિસઓમ મિશન-4 નામના મિશનથી ભારતની સાથે સાથે હંગેરી અને પોલેન્ડની પણ અંતરિક્ષમાં વાપસી થઈ રહી છે. આ અંતરિક્ષ મિશન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) રવાના થશે.
આ મિશનમાં ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ પાયલોટની ભૂમિકા ભજવશે. આ મિશનમાં કમાન્ડર પેગી વ્હીટસન છે જે અનુભવી અમેરિકી અંતરિક્ષ યાત્રી છે.
જયારે હંગેરીના ટિબોર કાળુ અને પોલેન્ડમાં સ્લાવોશ ઉજનાસ્કી- વિસ્નિએવસ્કી મિશન સ્પેશિયાલિસ્ટ હશે. ભારતીય સમય અનુસાર આવતીકાલે બુધવારે સવારે 12.01 વાગ્યે ફલોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી મિશનનું લોન્ચીંગ થશે.