New Delhi,તા.28
ભારતીય ક્રિકેટરોની ગણતરી દુનિયાનાં સૌથી ધનિક ક્રિકેટરોમાં થાય છે. બોલ અને બેટથી મેદાન પર ધમાલ મચાવનારા આ ક્રિકેટરો બિઝનેસ માનસિકતા પણ ધરાવે છે અને આ કારણે તેઓ રિયલ એસ્ટેટમાં ભારે રોકાણ કરી રહ્યાં છે.
આ માટે તેમનું ફેવરિટ સ્થળ મુંબઈ છે. કેટલાક ક્રિકેટરો પ્રોપર્ટી ખરીદી રહ્યાં છે, તો કેટલાક તેમની પ્રોપર્ટીનું ભારે ભાડું વસૂલ કરી રહ્યાં છે.
તાજેતરમાં જ ભારતીય ટી-20 ટીમનાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે મુંબઈમાં બે લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યા છે જ્યારે લેજન્ડરી બેટ્સમેન રોહિત શર્માએ તેનું એપાર્ટમેન્ટ ભાડે દીધું છે.
શિખર ધવન : એક એપાર્ટમેન્ટ પર 65 કરોડ રૂપિયા ખર્ચ્યા કુલ નેટવર્થ 750 કરોડ રૂપિયા 
ભારતનાં ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને તાજેતરમાં ગુરુગ્રામમાં માત્ર એક એપાર્ટમેન્ટ પર પિયા 65.60 કરોડનો ખર્ચ કર્યો હતો. તેમણે આ એપાર્ટમેન્ટની ખરીદી પર આશરે 3.28 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. આ વૈભવી એપાર્ટમેન્ટનું કુલ કદ લગભગ 6,040 ચોરસ ફૂટ છે. ધવન અન્ય ઘણાં શહેરોમાં પણ સંપત્તિ ધરાવે છે.
સૂર્યકુમાર યાદવ : 21 કરોડમાં બે એપાર્ટમેન્ટ ખરીદ્યા, કુલ નેટવર્થ 65 કરોડ રૂપિયા 
ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં મુંબઈનાં દેવનાર વિસ્તારમાં આવેલાં ગોદરેજ સ્કાય ટેરેસ પ્રોજેક્ટમાં પિયા 21.10 કરોડમાં બે લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા. બંને એપાર્ટમેન્ટનો કુલ કાર્પેટ એરિયા 4,222 ચોરસ ફૂટ છે જ્યારે બિલ્ટ-અપ એરિયા 4,568 ચોરસ ફૂટ છે. આ સાથે તેમને છ કાર માટે પાર્કિંગ સ્પોટ પણ મળી ગયું છે.
શિવમ દુબે : 27.50 કરોડમાં બે એપાર્ટમેન્ટ ખરીદ્યાં, કુલ નેટવર્થ 45 કરોડ રૂપિયા 
સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબેએ થોડા મહિના પહેલાં મુંબઈના ઓશિવારા (અંધેરી વેસ્ટ)ના ડીએલએચ એન્ક્લેવમાં બે એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા, જેની કુલ કિંમત લગભગ 27.50 કરોડ રૂપિયા છે. બંને ફ્લેટ 17 મા અને 18 મા માળે આવેલા છે, જેનો કુલ વિસ્તાર લગભગ 9,600 ચોરસ ફૂટ છે. તેમાં 3,800 ચોરસ ફૂટનો બાલ્કનીનો વિસ્તાર પણ શામેલ છે.
ઝહીર ખાન : થોડા મહિના પહેલાં લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. કુલ નેટવર્થ 40 કરોડ રૂપિયા 
ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ખાને થોડા મહિના પહેલા મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ 11 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. આ એપાર્ટમેન્ટ મુંબઈનાં એલ્ફિન્સ્ટન રોડ નજીક બુલ્સ સ્કાય બિલ્ડિંગમાં સ્થિત છે. આ એપાર્ટમેન્ટનો કુલ વિસ્તાર લગભગ 2,158 ચોરસ ફૂટ છે.
રોહિત શર્મા : ભાડાથી લાખો રૂપિયાની કમાણી કરે છે, કુલ નેટવર્થ 220 કરોડ રૂપિયા 
દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા તેની પ્રોપર્ટી ભાડે આપીને મહિને લાખો પિયાની કમાણી કરી રહ્યાં છે. અહેવાલો અનુસાર, રોહિતે મુંબઈનાં લોઅર પરેલમાં પોતાનો લક્ઝરી એપાર્ટમેન્ટ લગભગ 2.60 લાખ રૂપિયાના માસિક ભાડામાં ભાડે આપ્યો છે. રોહિત જે એપાર્ટમેન્ટમાં રહે છે તેની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા છે.




