Dubai,તા.21
શુક્રવારે(21 નવેમ્બર) દુબઈ એર શોમાં પ્રદર્શન કરતા સમયે એક વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભારતીય HAL તેજસ વિમાન સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે પ્રદર્શન ઉડાન દરમિયાન ક્રેશ થયું. પાયલોટ બહાર નીકળ્યો કે નહીં તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. એરપોર્ટ ઉપર કાળો ધુમાડો છવાઈ ગયો હતો. આ એર શો નિહાળવા મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સહિત લોકો ઉમટ્યા હતા.અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેજસ વિમાન શાનદાર કરતબ કરી રહ્યું હતું ત્યારે અચાનક જ નિયંત્રણ ગુમાવ્યું. ગણતરીની સેકન્ડમાં વિમાન સીધું જ જમીન પર ક્રેશ થયું. ક્રેશ થતાંની સાથે જ મોટો વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ. નોંધનીય છે કે દુબઈ એર શોમાં દુનિયાભરના વિવિધ દેશો પોતાના ફાઈટર જેટ મોકલતા હોય છે. સમગ્ર મામલે ભારતીય વાયુસેના દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ફાઈટર જેટ ચલાવી રહેલા પાયલટ જવાન અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

