New Delhi,તા.14
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શનિવારે પૂલ સ્ટેજની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. કેપ્ટન હરમનપ્રીતે બંને ગોલ કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતની સતત પાંચમી જીત હતી. જો કે ટીમ ઈન્ડિયા તો પહેલેથી જ જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે.
ભારતની આગેકૂચ જારી..
ભારતે તેની પ્રથમ મેચમાં દક્ષિણ કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતીય ટીમે જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ સાથે જ ચોથી મેચમાં હરમનપ્રીતની ટીમે ચીનને 3-0થી હરાવ્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 21 ગોલ કર્યા છે. ભારતના ડિફેન્સે પણ શાનદાર કામ કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીતે પાંચ અને અરિજીત સિંહે ત્રણ ગોલ કર્યા હતા.