New Delhi,તા.21
ભારતમાં ધરોહર (વારસો), તીર્થાટન અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત ગૌરવ ડીલકસ એસી ટુરિસ્ટ ટ્રેનની ગરવી ગુજરાત અને પધારો રાજસ્થાન સર્કીટ જાન્યુઆરી 2026માં ચલાવવામાં આવશે. આ ટૂર દિલ્હી સફદર જંગ રેલ્વે સ્ટેશનથી શરૂ થશે. રેલવેના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે પધારો રાજસ્થાન ટુર રાજસ્થાનની શાહી સંસ્કૃતિ અને આકર્ષણથી પરિચિત કરાવશે.
તેમાં જયપુરની ગુલાબી આભા, જેસલમેરની સોનેરી ચમક અને જોધપુરનો નીલો વૈભવ સામેલ છે. પાંચ રાત અને 6 દિવસની આ ટુરમાં પર્યટક રાજસ્થાન, વિશાળ કિલ્લા, ભવ્ય મહેલો અને રણના દ્દશ્યો વચ્ચે રાજસ્થાની સંસ્કૃતિ, પરંપરાઓ નિહાળી શકશે.
જયારે ગરવી ગુજરાત ટુરમાં શાહી મહેલોથી માંડીને આધ્યાત્મિક તટોને સામેલ કરવામાં આવ્યા છે. 10 દિવસની સમય ગાળા વાળી આ ટુરમાં વડોદરા, ચાંપાનેર, પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ, મોઢેરા, પાટણ અને વડનગર શહેર સામેલ છે.
પેકેજમાં ટ્રેન યાત્રા, 3 સ્ટાર હોટલમાં રોકાણ, શાકાહારી ભોજન, એસી `વાહનોમાં ટ્રાન્સફર અને જોવા લાયક સ્થળોમાં ભ્રમણ, આકસ્મિક યાત્રા વીમો અને આઈઆરસીટીસી ટુર મેનેજરની સુવિધા મળશે.

