Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor

    July 12, 2025

    Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

    July 12, 2025

    Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

    July 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor
    • Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં
    • Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ
    • Ajay’s ‘Aakrosh’ હોલીવુડની ઓસ્કાર વિજેતા ફિલ્મની બેઠી નકલ હતી
    • દિલજીત બાદ Varun Dhawan ‘બોર્ડર ૨’ના સેટથી શેર કર્યો નવો વીડિયો
    • Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો
    • Ahmedabad plane crash: ૮ મેડિકલ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા
    • Tennis player રાધિકા યાદવની હત્યા પૂર્વઆયોજિત ષડયંત્ર હતું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!
    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્‌…!!!

    Vikram RavalBy Vikram RavalJuly 12, 2025No Comments11 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૪ દેશો સાથે અમેરિકાના વેપારમાં એકંદર જાપાન, દક્ષિણ કોરિયા સહિતના દેશો માટે આકરાં ટેરિફ દરો જાહેર કરતાં અને બાંગ્લાદેશ માટે પણ ટેક્સટાઈલ પર ૩૫% ટેરિફ જાહેર કર્યાના સમાચાર સામે ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલ-ટેરિફ જાહેર થતાં પૂર્વે એડવાન્ટેજ ઈન્ડિયા બની રહેવાની અપેક્ષાએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેબજારમાં સપ્તાહની શરૂઆતમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળો જોવા મળ્યો હતો, જો કે સપ્તાહના અંતે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

    અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત વિલંબિત થવાની શક્યતા અને અમેરિકા સહિત અન્ય દેશોના મજબૂત નફાવસૂલીના કારણે વૈશ્વિક બજારોમાં નરમાઈ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થતા ભારતીય અર્થવ્યવસ્થાને દબાણમાં મુકવાની શક્યતા, વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી વેચવાલી અને રોકાણકારો આગામી કંપનીનાં પરિણામો સાથે મહત્ત્વના આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યા હોવાને પરિણમે સ્થાનિક બજારમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પે તેના કેટલાક વેપાર ભાગીદાર દેશો સાથે વેપાર કરારની મુદત લંબાવતા અને કેટલાક દેશો પર ઊંચી ટેરિફ જાહેર કરતા, ઉપરાંત બ્રિક્સ જૂથનો ભાગ હોવાથી ભારત પર ૧૦% વધારાના ટેરિફનો પુનરોચ્ચાર કરતા ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે ટેરિફને પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર નેગેટિવ અસર પડવાનું જોખમ ઉભું થતા વૈશ્વિક સ્તરે માંગ ઘટવાની ધારણાએ ક્રુડઓઈલમાં ભાવમાં નરમાઈ જોવા મળી હતી.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

    ભારત તથા અમેરિકા વચ્ચે વિસ્તૃત વેપાર કરારને કારણે અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વધારો થશે એટલુ જ નહીં દેશના ઉત્પાદન ક્ષેત્રને પણ બળ મળશે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. સદર વેપાર કરારથી અમેરિકા ખાતે ભારતની નિકાસ એક દાયકામાં બમણી થશે એવો રિપોર્ટમાં દાવો કરાયો છે. ભારતની કુલ નિકાસમાંથી ૧૯%થી વધુ નિકાસ અમેરિકામાં થાય છે અને અમેરિકા ભારતની સૌથી મોટી નિકાસ બજાર છે. નિકાસ તથા ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિને પરિણામે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં ૦.૬૦% વધારો થવા સંભવ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સેવા ક્ષેત્ર સહિત દેશની એકંદર નિકાસમાં ૬૪% વધારો જોવા મળશે. નિકાસમાં મોટાભાગનો લાભ ટેકસટાઈલ, ફર્નિચર, રમકડાં તથા અન્ય કન્ઝયૂમર ગુડસની નિકાસમાં જોવા મળશે.

    ટ્રમ્પનું વહીવટીતંત્ર ચીન તથા વિયેતનામ પર ઊંચા ટેરિફ લાગુ કરવા જઈ રહ્યું છે ત્યારે ભારત પર ૧૦% ટેરિફ લાગુ કરવાની જોગવાઈ ધરાવતા સૂચિત વેપાર કરારથી ભારતને તેના વેપારમાં વધારો કરવાની તક મળી રહેશે. અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફમાંથી બચવા વેપાર કરાર કરવાની પહેલ કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ૨૬%ના રેસિપ્રોકલ ટેરિફમાં અમેરિકા આગળ વધશે તો દેશના ટેકસટાઈલ ક્ષેત્ર માટે અમેરિકામાં નિકાસ કરવાનું પડકારરૂપ બની રહેશે. ભારતની નિકાસમાં તથા દેશમાં રોજગાર પૂરા પાડવામાં ટેકસટાઈલ અને કપડા ઉદ્યોગનું મહત્વનું યોગદાન રહેલું છે. ભારતના એપરલ તથા હોમ ટેકસટાઈલની અમેરિકામાં નોંધપાત્ર નિકાસ થાય છે.

    મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૪૪૮૩.૮૬ કરોડની ખરીદી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૩૪૧૯૪.૭૩ કરોડની ખરીદી, જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨૬૭૩.૯૧ કરોડની ખરીદી તેમજ ૧૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૮૮૪૪.૩૫ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં નવેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૪૫૯૭૪.૧૨ કરોડની વેચવાલી, ડિસેમ્બર ૨૦૨૪માં અંદાજીત રૂ.૧૬૯૮૨.૪૮ કરોડની વેચવાલી જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી તેમજ ૧૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૫૧૭૯.૯૬ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, અમેરિકા- ભારત વચ્ચેની ટ્રેડ ડીલમાં કંઈક અડચણો ઊભી થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ તો અમેરિકા ટેરિફ ડેડલાઇન વધારવા માંગતા ન હતા અને તેમણે ભારત પ્રત્યે પણ નરમ વલણ અપનાવ્યું હતું. જોકે ટેરિફ મામલે બંને દેશો વચ્ચે હજુ કોઈ સંમતિ થઈ શકી નથી. અમેરિકાએ ૧૦% ટેરિફ યથાવત રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ભારત કેટલાક સેક્ટર્સમાં ૧૦% ટેરિફ શૂન્ય કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા એપ્રિલ માસમાં અમેરિકન વાઇસ પ્રેસિડન્‌ટ જેડી વાન્સ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ટ્રેડ ડીલની વાટાઘાટો માટેની ટર્મ્સ ઑફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

    ભારતની કુલ નિકાસમાંથી ૧૯% થી વધુ નિકાસ અમેરિકામાં થાય છે અને અમેરિકા ભારતની સૌથી મોટી નિકાસ બજાર છે. ભારત તથા અમેરિકા વચ્ચે વિસ્તૃત વેપાર કરારને કારણે અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વધારો થશે એટલુ જ નહીં દેશના ઉત્પાદન ક્ષેત્રને પણ બળ મળશે. ઉપરાંત, ટ્રેડ ડીલથી અમેરિકા ખાતે ભારતની નિકાસ એક દાયકામાં બમણી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે તેથી આગામી દિવસોમાં ભારત-અમેરિકા વચ્ચે ડિલ પર ભારતીય શેરબજારની નજર રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧) લુપિન લિમિટેડ (૧૮૯૬) : ફાર્મા સેકટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૧૮૭૩ આસપાસ પ્રર્વતી રહ્યો છે. રૂા.૧૮૬૦ ના સ્ટોપલોસથી આ ટુંકા સમયગાળે રૂા.૧૯૧૩ થી રૂા.૧૯૨૨ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શકયતા છે…!! રૂા.૧૯૩૦ ઉપર તેજી તરફ ધ્યાન…!!

    (ર)HCL ટેકનોલોજી (૧૬૨૦) : એચસીએલ ગુ્રપના આ સ્ટોક  રૂા.૧૫૮૮ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ…!! રૂા.૧૫૭૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂા.૧૬૩૭ થી રૂા.૧૬૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૫૦૦) : રૂા.૧૪૭૪નો પ્રથમ તેમજ રૂા.૧૪૬૦ બીજા સપોર્ટથી રિફાઇનરી । માર્કેટિંગ સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂા.૧૫૨૩  થી રૂા.૧૫૩૦ આસપાસ તેજી તરફી રૂખ નોંધાવે તેવી શકયતા છે…!!

    (૪)ઓબેરોય રિયલ્ટી (૧૮૩૬) : ટેકનિકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેકટ્‌સ સેકટર નો આ સ્ટોક રૂા.૧૮૭૮ આસપાસ વેચવાલી થકી રૂા.૧૮૦૮ થી રૂા.૧૭૮૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શકયતા ધરાવે છે. ટ્રેડીગલક્ષી રૂા.૧૮૯૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો…!!

    (પ)સન ફાર્મા (૧૬૭૬) : રૂા.૧૭૦૭ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ  ઓવરબોટ પોઝિશનની શકયતાએ આ સ્ટોક રૂા.૧૭૧૭ ના સ્ટોપલોસે તબકકાવાર રૂા.૧૬૫૫ થી રૂા.૧૬૩૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

    (૬) હેવેલ્સ ઈન્ડિયા (૧૫૨૬) : કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂા.૧૫૬૦ આસપાસના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂા.૧૫૦૩ થી રૂા.૧૪૯૦ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)હિન્દુસ્તાન પેટ્રોલિયમ (૪૨૭) : અ/ઝ+૧ ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂા.૪૧૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂા.૪૦૪ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂા.૪૪૭ થી રૂા.૪૫૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! રૂા.૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨)ઇન્ડસ ટાવર્સ (૩૯૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ રૂા.૩૭૪ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ..!! રૂા.૩૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂા.૪૦૪ થી રૂા.૪૧૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (૩૫૩) : રૂા.૩૪૩ નો પ્રથમ તેમજ રૂા.૩૩૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેંડિગલક્ષી આ સ્ટોક રૂા.૩૭૩ થી રૂા.૩૮૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!

    (૪)ડીબી કોર્પ (૨૬૦) : પ્રિન્ટ મીડિયા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે માટે ટ્રેંડિગલક્ષી રૂા.૨૭૭ થી રૂા.૨૮૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૨૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    (૫)કર્ણાટક બેન્ક (૧૮૪) : રૂા.૧૮૦ નો પ્રથમ તેમજ રૂા.૧૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૧૯૭ થી રૂા.૨૦૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૬)ગેઇલ ઇન્ડિયા લિમિટેડ (૧૭૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૂા.૧૬૩ આસપાસના સપોર્ટથી  ડિલેવરીબેઇઝ રોકાણ રૂા.૧૮૮ થી રૂા.૧૯૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭)આઇનોકસ વિન્ડ (૧૭૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા.૧૫૭ નો સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂા.૧૮૮ થી રૂા.૧૯૦ ના સંભવિત ભાવની શકયતા છે…!!

    (૮)બંધન બેન્ક (૧૭૦) : ટેકનિકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક રૂા.૧૬૩ આસપાસ રોકાણકારે રૂા.૧૮૮ થી રૂા.૧૯૫ ના ટાર્ગેટ ભાવની શકયતાએ તબકકાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂા.૧૫૭ સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧)એસજેવીએન લિમિટેડ (૯૦) : પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂા.૯૭ થી રૂા.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂા.૮૩ ના સ્ટોપલોસે ધ્યાનમાં લેવો…!!

    (૨)એચબી સ્ટોક હોલ્ડિંગ્સ (૯૦) : ડિલેવરીબેઇઝ રોકાણકારે  નોન બેકિંગ ફાઇનાન્સિયલ કંપની સેકટરના આ સ્ટોકને રૂા.૮૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેંડિગ સંદર્ભે રૂા.૯૭ થી રૂા.૧૦૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે..!!

    (૩)એનએચપીસી લિમિટેડ (૮૦) :  ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂા. ૭૩ નો પ્રથમ તેમજ રૂા.૬૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક…!! પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂા.૯૩  થી રૂા.૯૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪)ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૬૦) : રૂા.૫૪ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક  મધ્યમગાળે રૂા.૭૩ થી રૂા.૭૭  નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂા.૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    ભારતીય શેરબજારમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં અંદાજીત ૯૧% રિટેલ રોકાણકારોને નુકસાન…!!

    બજાર નિયમનકાર સિકયોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં, ભારતીય શેરબજારમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં અંદાજીત ૯૧% રિટેલ રોકાણકારોને નુકસાન થયું છે. સેબીએ જાહેર કરેલા એક અભ્યાસમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં નાના રિટેલ રોકાણકારોનું ચોખ્ખું નુકસાન ૨૦૨૫ સુધીમાં ૪૧% વધીને રૂ. ૧.૦૬ લાખ કરોડથી વધુ થઈ ગયું છે.

    ગયા વર્ષે ૧ઓક્ટોબરના રોજબજાર નિયમનકાર દ્વારા ઇક્વિટી ડેરિવેટિવ્ઝ ફ્રેમવર્કને મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા પગલાંને પગલે રોકાણકારોના નુકસાનમાં ઘટાડો થવા લાગ્યો હોવાના મીડિયા અહેવાલોને પગલે સેબીનો આઅભ્યાસ આવ્યો છે.

    સેબીએ જણાવ્યું હતું કે નાના રોકાણકારો અને છૂટક વેપારીઓના રક્ષણ માટે સેબી દ્વારા લેવામાં આવેલા પગલાંમાં લોટસાઈઝ વધારવાનો પણ સમાવેશ થાય છે. નિયમનકારે જણાવ્યું હતું કે કડક પગલાંના પરિણામે પ્રીમિયમના સંદર્ભમાં ઇન્ડેક્સ ઓપ્શન ટર્નઓવરમાં વાર્ષિક ધોરણે ૯%નો ઘટાડો થયો છે. જો કે, પ્રીમિયમની દ્રષ્ટિએ ઇન્ડેક્સ ઓપ્શન વોલ્યુમ બે વર્ષ પહેલાંની સરખામણીમાં ૧૪% વધ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ફયુચર્સ અને ઓપ્શન્સ (એફએન્ડઓ) માં ટ્રેડિંગ કરતા એક્સક્લુઝિવ રિટેલ રોકાણકારોની સંખ્યામાં વાર્ષિક ધોરણે ૨૦%નો ઘટાડો થયો છે.

    વર્ષના અંત સુધીમાં ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૬૦ ડોલરની અંદર ઊતરી જવાની ધારણા : S&P ગ્લોબલ

    ક્રુડ ઓઈલમાં વૈશ્વિક મજબૂત પુરવઠા સ્થિતિ અને મંદ વૈશ્વિક માંગને કારણે વર્ષના અંત ડિસેમ્બર સુધીમાં ક્રુડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૬૦ ડોલરની અંદર ઊતરી જવાની ધારણા વૈશ્વિક જાયન્ટ એસ એન્ડ પી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્‌સે વ્યક્ત કરી છે. એસ એન્ડ પીના કોમોડિટી માર્કેટ ઈનસાઈટ્‌સ ફોરમમાં બોલતા,એસ એન્ડ પી ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્‌સના એક્ઝિક્યુટીવ ડિરેકટર પ્રેમાશીષ દાસે જણાવ્યું હતું કે,વર્ષના અંત સુધીમાં ભાવ ઘટવાની અને ૫૫થી ૬૦ ડોલર પ્રતિ બેરલની રેન્જમાં રહેવાની ધારણા છે. હાલમાં ક્રુડના ભાવ ૭૦ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) અને તેના સાથે દેશો જેમ કે રશિયા વિશે તેમણે કહ્યું હતું કે,અમને લાગે છે કે, વર્ષના અંત સુધીમાં ૨૦૨૫ના અંત સુધીમાં ભાવ પ્રતિ બેરલ ૬૦ ડોલરની અંદર જઈ શકે છે, કેમ કે પુરવઠો સારો રહેવા સામે માંગ ઓછી છે. આ પાછળ પ્રમુખ ધારણા એ છે કે ઓપેક સહિતના દેશો કંઈ કરશે નહીં,જનો અર્થ એ છે કે તેઓ ઉત્પાદનમાં ઘટાડો કરશે નહીં અથવા કોઈ ભાવ અંકુશ લાવશે નહીં. એપ્રિલથી ઓપેક એ માસિક ધોરણે તેના ૨૨ લાખ બેરલ દૈનિક ઉત્પાદન કાપને પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ સમાચાર આવ્યા બાદ ક્રુડ ઓઈલ ૬૦ ડોલર સુધી ઘટી ગયું હતું,જે પછી ફરી ૭૦ ડોલરની આસપાસ પહોંચ્યું છે. કાર્ટેલે ભાવને ટેકો આપવા માટે ૨૦૨૨માં કાપ લાગુ કર્યો હતો.

    ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં ૭૪% નો વધારો…!!

    ગત માર્ચમાં ભારતથી અમેરિકામાં દવાની નિકાસ વાર્ષિક ધોરણે ૭૩.૯૯% વધીને ૧.૫૬૧ બિલિયન ડોલર થઈ છે. તે જ સમયે, માર્ચમાં નિકાસ ફેબ્રુઆરીની તુલનામાં લગભગ ૭૧%વધી હતી. ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ફાર્મેક્સિલ)ના ડેટા દર્શાવે છે કે આ તેજી એવા સમયે આવી છે જ્યારે સંભવિત યુએસ ટેરિફ પર વાતચીત ચાલી રહી છે.ડેટા દર્શાવે છે કે એપ્રિલમાં અમેરિકામાં નિકાસ ૭.૨૭% ઘટીને ૮૯૮૩.૪ મિલિયન ડોલર થઈ છે જે એપ્રિલ ૨૦૨૪માં ૯૬૮૭.૯ મિલિયન ડોલર હતી. જોકે, મે મહિનામાં નિકાસ સુધરીને ૧૩.૩૪% વધીને ૮૧૩૪.૧ મિલિયન ડોલર થઈ હતી. એકંદરે, એપ્રિલ અને મે મહિનામાં અમેરિકામાં નિકાસ ૩% વધી હતી.ભારતમાંથી આયાત પર ટેરિફ એપ્રિલથી અમલમાં આવવાની અપેક્ષા હતી, પરંતુ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. ભારત અને અમેરિકાએ હજુ સુધી વચગાળાના વેપાર કરારની જાહેરાત કરી નથી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયાની શરુઆતમાં સંકેત આપ્યો હતો કે તેઓ ટૂંક સમયમાં દેશોને ડયુટી પત્રો મોકલવાનું શરુ કરશે. ભારતની દવાના નિકાસના સંદર્ભમાં અમેરિકા સૌથી મોટું બજાર છે. ભારતની કુલ દવા નિકાસમાંથી ૩૪.૫૧% અમેરિકા મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં, ભારતે યુએસમાં ૧.૦૫૧૫ બિલિયન ડોલરના ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની નિકાસ કરી છે.

    ઈક્વિટી કેશ સેગમેન્ટ ટર્ન ઓવરમાં સતત ચોથા મહિને વધારો…!!

    સમાપ્ત થયેલા જૂનમાં ઈક્વિટી કેશ સેગમેન્ટ ટર્નઓવરમાં સતત ચોથા મહિને વધારો જોવા મળ્યો છે જ્યારે ડેરિવેટિવ્સ સેગમેન્ટના ટ્રેડિંગ વોલ્યુમમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે. જૂનમાં પણ ભારતીય બજારમાં સુધારો જળવાઈ રહ્યો હતો અને બેન્ચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ તથા નિફટી૫૦ નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જ્યાારે બીજી બાજુ નિયમનકારી પગલાંઓને પરિણામે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) વેપાર પર અસર પડી છે. દેશના બે મુખ્ય શેરબજારો બીએસઈ તથા એનએસઈ પર કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ગત મહિને વધી રૂપિયા ૧.૨૧ ટ્રિલિયન પહોંચી ગયું હતું જે સપ્ટેમ્બર,૨૦૨૪ બાદ સૌથી ઊંચુ છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં શેરબજારના ઈન્ડેકસ ઐતિહાસિક ઊંચી સપાટી સર કરી હતી. દરમિયાન એફએન્ડઓનું સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ સાધારણ ઘટી રુપિયા ૩૪૫.૮૫ ટ્રિલિયન રહ્યાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.  નવેમ્બર,૨૦૨૪થી એફન્ડઓ નિયમોમાં મોટા ફેરબદલ કરાયા છે,જેમાં સાપ્તાહિક એકસપાઈરીને એકસચેન્જ દીઠ માત્ર એક ઈન્ડેકસ સુધી જ મર્યાદિત બનાવાઈ છે અને લોટના કદમાં વધારો કરાયો છે જેને કારણે એકંદર ટર્નઓવર પર અસર થઈ છે.  આ ઉપરાંત બન્ને એકસચેન્જો માટે એકસપાઈરી દિવસોમાં સૂચિત ફેરબદલને કારણે પણ વોલ્યુમ્સમાં ઘટાડો થવાની શકયતા નકારાતી નથી. સતત ત્રણ મહિના સુધી શેરબજારમાં ખરીદીથી લગભગ દૂર રહ્યા બાદ રિટેલ રોકાણકારો જૂન મહિનામાં ફરી સક્રીય બન્યા હતા. પ્રાપ્ત ડેટા પ્રમાણે જૂનમાં રિટેલ રોકાણકારોએ રોકાણ વધાર્યું છે. આ અગાઉના ત્રણ મહિનામાં રિટેલ રોકાણકારોએ રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું રોકાણ પાછુ ખેંચી લીધું હતું.

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    વ્યાપાર

    અંદાજીત ૧૦ જેટલા સ્ટાર્ટઅપ્સ IPO થકી રૂ.૧૮,૦૦૦ કરોડનું ભંડોળ એકત્ર કરશે..!!

    July 12, 2025
    મુખ્ય સમાચાર

    Gold ના વૈશ્વિક ૨૩ ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો ૧૫% હિસ્સો…!!

    July 12, 2025
    વ્યાપાર

    Adani આરોગ્ય સંભાળ માટે વિશ્વસ્તરીય AI-ઇકોસિસ્ટમ બનાવશે

    July 11, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 11, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor

    July 12, 2025

    Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

    July 12, 2025

    Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

    July 12, 2025

    Ajay’s ‘Aakrosh’ હોલીવુડની ઓસ્કાર વિજેતા ફિલ્મની બેઠી નકલ હતી

    July 12, 2025

    દિલજીત બાદ Varun Dhawan ‘બોર્ડર ૨’ના સેટથી શેર કર્યો નવો વીડિયો

    July 12, 2025

    Dholka માં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો

    July 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બીજી સિઝન ખૂબ જ મર્યાદિત એપિસોડવાળી હશેઃEkta Kapoor

    July 12, 2025

    Aditya Roy Kapur જ્યોર્જિના ડી સિલ્વા સાથે રિલેશનશિપમાં

    July 12, 2025

    Ajay Devgn ની ફિલ્મ ‘સન ઓફ સરદાર ૨’નું ધમાકેદાર ટ્રેલર આઉટ

    July 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.