રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા જીએસટી દરોમાં ઘટાડો કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ દેશમાં મેન્યુફેકચરીંગ – ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કોટન સહિતની ગુડ્સ પર આયાત ફ્રી કરી દેતાં અને ચોમાસાની સમગ્ર દેશમાં થયેલી સાર્વત્રિક સારી પ્રગતિને કારણે ચાલુ વર્ષે કૃષિ ઉત્પાદન વધવાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થવાની સાથે મોંઘવારીમાં પણ ઘટાડો થવાની અપેક્ષાએ ગત સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
જો કે યુક્રેન – રશિયા યુદ્ધમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ રશિયા રાષ્ટ્રપતિ પુતિન સાથે અલાસ્કામાં મીટિંગ કર્યા બાદ વોશિંગ્ટનમાં મળેલી ટ્રમ્પ – ઝેલેન્સ્કી અને યુરોપના દેશોના નેતાઓની મીટિંગમાં ગમે તે ઘડીએ સીઝફાયર થવાની પ્રબળ શક્યતા વચ્ચે રશિયાએ યુક્રેન પર આ વર્ષનો ત્રીજો સૌથી મોટો હવાઇ હુમલો કરતા સપ્તાહના અંતે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુએસ ટેરિફ જોખમોમાં ઘટાડો થવાના આશાવાદે ગત સપ્તાહે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે રશિયા તથા યુક્રેન વચ્ચે સમાધાન કરાવવામાં ટ્રમ્પ સફળ રહેશે તેવી શકયતાએ રશિયા પરના પ્રતિબંધો દૂર થશે જેને કારણે વિશ્વ બજારમાં ક્રુડઓઈલનો પૂરવઠો વધી જવાની ગણતરીએ ક્રુડઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ દ્વારા ઉભા થયેલા પડકારો આગામી એક કે બે ક્વાર્ટરમાં ઓછા થઈ જશે, પરંતુ દેશે લાંબા ગાળાના વ્યૂહાત્મક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નાણાકીય વર્ષ ૨૦૨૫માં આર્થિક વૃદ્ધિ ૯.૨% થી ઘટીને ૬.૫% થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ કડક ક્રેડિટ પરિસ્થિતિઓ અને પ્રવાહિતાની અછત છે. જો કૃષિ ક્ષેત્રમાં યોગ્ય નીતિઓ અપનાવવામાં આવે, તો તે વાસ્તવિક જીડીપી વૃદ્ધિમાં ૨૫% સુધીનું યોગદાન આપી શકે છે. રત્નો, ઝવેરાત અને કાપડ જેવા ક્ષેત્રોને અમેરિકા તરફથી ૫૦% ટેરિફનો પહેલો ફટકો પહેલેથી જ લાગ્યો છે. હવે પછી બીજા અને ત્રીજા સ્તરની અસરો વધુ જટિલ હશે. જો કે, લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી, તેની મોટી અસર નહીં પડે, પરંતુ ટૂંકા ગાળાના પડકારો હશે.
ટેરિફ લાગુ કરવા સંદર્ભમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિને કારણે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વાર્ષિક ધોરણે ૨૧% વધારો થઈને ૩૩.૫૦ અબજ ડોલર રહી છે. આ ગાળામાં ભારતની માલ સામાનની એકંદર નિકાસમાં વાર્ષિક ધોરણે ૩% વધારો થઈ તે ૧૪૯.૨૦ અબજ ડોલર રહી હોવાનું ગયા સપ્તાહમાં જાહેર થયેલા સરકારી આંકડામાં જણાવાયું હતું. આ ગાળામાં ભારતની એકંદર નિકાસ ૨૭૭.૬૩ અબજ ડોલર રહી હતી. જેમાં સેવા ક્ષેત્રની નિકાસનો આંક ૧૨૮.૪૩ અબજ ડોલર રહ્યો હતો. ભારતના માલસામાન પર અમેરિકાએ ૭ ઓગસ્ટથી ૨૫% ટેરિફ લાગુ કરી છે અને બીજી વધારાની ૨૫% ટેરિફ ૨૭ ઓગસ્ટથી લાગુ કરવા જાહેર કરાયું છે.
ભારતની પ્રથમ ચાર મહિનાની એકંદર નિકાસમાંથી ૨૨% નિકાસ અમેરિકા ખાતે થઈ છે, પરંતુ વર્તમાન મહિનાથી લાગુ થયેલી ટેરિફને ધ્યાનમાં રાખતા આગળ જતા નિકાસ સામે જોખમ જોવા મળી શકે છે. એપ્રિલથી જુલાઈના ગાળામાં અમેરિકા ખાતે નિકાસમાં જંગી વધારાથી નિકાસકારો માટે આગળ જતા ડિસ્કાઉન્ટ ઓફર કરવા સ્થિતિ સાનુકૂળ બની છે, અમેરિકા સાથે વેપાર વાટાઘાટ હાલમાં સ્થગિત થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં કેટલીક સફળતાની અપેક્ષા છે. જ્યાં સુધી ૨૫% ટેરિફ છે ત્યાં સુધી ભારતના નિકાસકારો ડિસ્કાઉન્ટના બોજનો થોડોઘણો હિસ્સો ગ્રહણ કરી શકશે પરંતુ વધારાની ૨૫% ટેરિફના કિસ્સામાં ડિસ્કાઉન્ટમાં વધારો કરવાનું શકય નહીં બને. અમેરિકા-રશિયા વચ્ચે થયેલી મંત્રણા બાદ મળતા સંકેતોથી ભારત પર વધારાની ટેરિફ લાગુ નહીં થાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬,૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪,૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭,૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮,૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭,૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨,૬૭૩.૯૧ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૦,૯૩૯.૧૬ કરોડની ખરીદી તેમજ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૬,૫૧૨.૭૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭,૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮,૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧,૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૭,૬૬૬.૬૮ કરોડની વેચવાલી તેમજ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૪,૧૨૮.૫૦ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ભારત માટે તાજેતરમાં બે મોટા સકારાત્મક વિકાસ નોંધાયા છે. એક તરફ સરકાર દ્વારા જીએસટી દરમાં ફેરફારના સંકેત આપવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતનું લાંબા ગાળાનું સોવરિન ક્રેડિટ રેટિંગ એક સ્તર ઉપર સુધાર્યું છે અને આઉટલુકને સ્થિર રાખ્યું છે. આ બંને પગલાં બજારના સેન્ટિમેન્ટને મજબૂત કરે છે અને દેશની આર્થિક વિશ્વસનીયતા અંગે સકારાત્મક સંકેત આપે છે. પરંતુ આ હકારાત્મક સમાચારોથી વિદેશી રોકાણકારોની તાત્કાલિક વાપસી શક્ય નથી. વાસ્તવિક તેજી ત્યારે જ આવશે જ્યારે કંપનીઓની કમાણીમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે અને નીતિગત વાતાવરણ સ્થિર રહેશે. એનએસડીએલના આંકડા દર્શાવે છે કે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ અંદાજે રૂ.૧.૧૭ લાખ કરોડના શેર વેચ્યા છે.
વિદેશી રોકાણકારો હાલ ઉભરતા બજારો તરફ નજર રાખી રહ્યા છે, કારણ કે અમેરિકામાં એઆઈ આધારિત તેજીથી શેરના ભાવ ખૂબ ઊંચા પહોંચી ગયા છે. ભારતે પાછલા ક્વાર્ટરમાં નબળું પ્રદર્શન કર્યું છે, પરંતુ નિષ્ણાંતોને આશા છે કે ૨૦૨૫ – ૨૬ના બીજા ભાગમાં પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે. તહેવારોની મોસમ, રિઝર્વ બેંક તરફથી વ્યાજ દર ઘટાડાની શક્યતા અને સરકારના વધુ નીતિગત નિર્ણયોથી કંપનીઓની કમાણીમાં વધારો થવાની ધારણા છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી સોવરિન રેટિંગ અપગ્રેડ ભારત માટે ખૂબ સકારાત્મક છે, પરંતુ હાલના સમયમાં ટેરિફ (આયાત ડયુટી) સૌથી મોટું જોખમ છે. જો કે ટેરિફ સંબંધિત પરિસ્થિતિને કારણે શેરબજારમાં ઘટાડો થાય, તો તે લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની તક બની શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧)હેવેલ્સ ઇન્ડિયા (૧૫૫૪) : કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૦૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૦ થી રૂ.૧૫૮૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨)ઇન્ફોસીસ (૧૪૯૧) : A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૪૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩)અદાણી પોર્ટ્સ (૧૩૪૧) : રૂ.૧૩૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૦૩ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪)એસબીઆઇ લાઇફ (૧૮૬૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ લાઇફ ઇન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૯૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) સિપ્લા લિમિટેડ (૧૫૯૫) : રૂ.૧૬૩૦ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૭૪ થી રૂ.૧૫૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૪૧૧) : રિફાઇનરી એન્ડ માર્કેટીંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) NTPCલિ. ( ૩૩૦ ) :- A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૩ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૪ થી રૂ.૩૫૩ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨)ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (૩૦૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) પાવર ગ્રીડ કોર્પોરેશન (૨૭૪) : રૂ.૨૬૩ નો પ્રથમ તેમજ રૂ.૨૫૭ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૮૮ થી રૂ.૨૯૩ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ (૨૦૮) : ફાઈનાન્સીયલ ઇન્સ્ટીટયુશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૯૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫) નોસિલ લિ. (૧૭૬) : રૂ.૧૬૪ નો પ્રથમ તેમજ રૂ.૧૫૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્પેશિયલટી કેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૮૮ થી રૂ.૧૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) જીપીટી હેલ્થકેર (૧૫૦) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૩૬ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૬૪ થી રૂ.૧૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) મેંગ્લોર રિફાઈનરી (૧૨૦) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૧૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૩૩ થી રૂ.૧૪૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮)ગુજરાત પીપાવાવ પોર્ટ (૧૪૭) : ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૫ આસપાસ રોકાણકારે રૂ.૧૬૪ થી રૂ.૧૭૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૨૮ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) SJVN લિ. (૯૩) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૬ થી રૂ.૧૧૨ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૫ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨) IDBI બેન્ક (૯૦) : ડિલેવરીબેઇઝ રોકાણ-કારે પ્રાઇવેટ બેન્ક સેક્ટરનાં આ સ્ટોકને ૮૩ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૧૧૨ થી રૂ.૧૨૦ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
(૩) NHPC લિ. (૮૧)ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪ નો પ્રથમ તેમજ રૂ.૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૬ થી રૂ.૯૩ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪)ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૬૨)ઃ રૂ.૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૮ થી રૂ.૭૩ ની ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
આરબીઆઈના વ્યાજ દર ઘટાડાનો લાભ, કંપનીઓ માટે સસ્તું ભંડોળ ઉપલબ્ધ…!!
ભારતીય કંપનીઓ બેંક લોનથી દૂર રહી રહીને ઇક્વિટી અને બોન્ડ માર્કેટ જેવા વૈકલ્પિક સ્ત્રોતો તરફ આગળ વધી રહી છે. કંપનીઓની બેલેન્સશીટમાં દેવું ઘટયું છે, જેના કારણે વધુ સારા મૂલ્યાંકન પર ઇક્વિટી એકત્ર કરવાની તેમની ક્ષમતામાં સુધારો થયો છે. આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં ૧૦૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યા પછી, કંપનીઓ માટે ડેટ કેપિટલ માર્કેટમાંથી સસ્તા દરે લાંબા ગાળાના ભંડોળ મેળવવાનું પણ સરળ બન્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬માં એપ્રિલથી જુલાઈના સમય ગાળામાં, કંપનીઓએ બોન્ડ દ્વારા રૂ.૪ લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે, જે નાણાકીય વર્ષના પ્રથમ ૪ મહિનામાં એકત્ર કરાયેલી સૌથી વધુ રકમ છે. આ દર્શાવે છે કે પરંપરાગત રીતે બેંક લોન દ્વારા ભંડોળ એકત્ર કરવાને બદલે બોન્ડમાંથી ભંડોળ એકત્ર કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આને અનુકૂળ વ્યાજ દરો દ્વારા મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કંપનીઓએ સ્થાનિક દેવા મૂડી બજારમાંથી બોન્ડ દ્વારા રૂ. ૨.૧૧ લાખ કરોડ એકત્ર કર્યા હતા. આ વર્ષે કંપનીઓ મોટા સોદાઓ અને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી)માંથી ભંડોળ એકત્ર કરે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં, ભારતીય કંપનીઓ એ ક્યુઆઈપી દ્વારા રૂ.૪૨,૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. આ સાથે, તેઓએ આ સમયગાળા દરમિયાન મોટા સોદાઓમાંથી રૂ.૧.૦૭ લાખ કરોડ એકત્ર કર્યા છે.
કોર્પોરેટ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કંપનીઓ પાસે ભંડોળ એકત્ર કરવાના ઘણા સ્ત્રોત છે. તેમનો પ્રાથમિક સ્ત્રોત આંતરિક માધ્યમો છે. બીજું, ભંડોળ ઇક્વિટી માર્કેટમાંથી એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ રીતે તેમની પાસે બધા ભંડોળની અક્સેસ છે. આ પછી, સ્વાભાવિક રીતે બોન્ડ માર્કેટ છે. પછી બેંકો છે. આવી સ્થિતિમાં, કંપનીઓ બેંક લોનથી દૂર રહે છે. આ ઉપરાંત, રિઝર્વ બેંકે દરમાં ૧૦૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, પરંતુ માજનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેડ લેન્ડિંગ રેટ પર તેની અસર મર્યાદિત છે, મોટાભાગની અસર બાહ્ય ધોરણો પર આધારિત લોન પર જોવા મળી છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, ફેબ્રુઆરીમાં ઘટાડાના ચક્રની શરુઆત પછી, જૂન સુધી, માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેડ લેન્ડિંગ રેટમાં ફક્ત ૧૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન, ૫-વર્ષ અને ૧૦-વર્ષના સરકારી સિક્યોરીટીઝ યીલ્ડ (૬.૭૯ ૠજ બેન્ચમાર્ક) માં અનુક્રમે ૬૩ બેઝિસ પોઈન્ટ અને ૨૮ બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. આ ઉપરાંત, આ સમયગાળા દરમિયાન, ૫-વર્ષના અઅઅ કોર્પોરેટ બોન્ડની યીલ્ડમાં બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે.
જૂન – જુલાઈ માસમાં ભારતીય મૂડી બજારમાં IPO પ્રવૃત્તિમાં જોરદાર તેજી જોવા મળી …!!
જૂન અને જુલાઈ મહિનામાં ભારતીય મૂડીબજારમાં આઈપીઓ પ્રવૃત્તિમાં જોરદાર તેજી જોવા મળી હતી. મુખ્ય પ્લેટફોર્મ પર આ બે મહિનામાં કુલ ૨૧ આઈપીઓ લિસ્ટ થયા હતા અને રૂ.૩૩૮૧૩ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. માર્ચથી મે વચ્ચેના સુસ્ત સમયગાળા પછી આઈપીઓ બજારમાં આવેલા આ પ્રવાહથી રોકાણકારોમાં નવેસરથી વિશ્વાસ અને ઉત્સાહ ફેલાયો છે. સાથે સાથે નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ના આઈપીઓમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. જૂનથી અત્યાર સુધીમાં કુલ ૬૮ એસએમઈ આઈપીઓ થકી રૂ. ૩૧૩૧ કરોડ એકત્ર થયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે મુખ્ય પ્લેટફોર્મ પર આઈપીઓ પ્રવૃત્તિ તેજ બને છે ત્યારે એસએમઈ સેગમેન્ટમાં પણ એ જ પ્રકારની ગતિ જોવા મળે છે. લિક્વિડિટીની ઉપલબ્ધતા અને મુખ્ય આઈપીઓ પરથી થતા ફાયદાને કારણે એસએમઈ આઈપીઓમાં પણ રોકાણકારોની વધતી રસદારી જોવા મળી રહી છે. જો કે, વધતા રોકાણકાર રસને ધ્યાનમાં રાખીને એસએમઈઆઈપીઓ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે લઘુત્તમ અરજી રકમ રૂ.૧ લાખથી વધારીને રૂ.૨ લાખ કરી દેવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૫માં એનએસઈએ એસએમઈ કંપનીઓને મુખ્ય પ્લેટફોર્મ પર જવા માટેના પાત્રતા માપદંડોમાં પણ સુધારા કર્યા હતા. નવા નિયમો મુજબ કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષમાંથી ઓછામાં ઓછા બે વર્ષમાં ઓપરેટિંગ નફો દર્શાવવો ફરજિયાત છે, છેલ્લા નાણાકીય વર્ષમાં રૂ.૧૦૦ કરોડથી વધુની આવક હોવી જોઈએ અનેઆઈપીઓસમયે પ્રમોટર હિસ્સો ૨૦%થી ઓછો ન હોવો જોઈએ.
બજાર નિરીક્ષકો માને છે કે મોટા કદના આઈપીઓઅને કડક માપદંડો રોકાણકારોના જોખમને માત્ર આંશિક રીતે જ ઘટાડે છે. એસએમઈક્ષેત્રમાં પારદર્શિતા વધારવા માટે અને રોકાણકારોના હિતોને વધુ મજબૂત બનાવવા માટે કડક ડિસ્ક્લોઝર ધોરણોની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
ભારતની નિકાસમાં મિશ્ર ચિત્રઃ અમેરિકામાં તેજી જયારે અન્ય મુખ્ય બજારોમાં ઘટાડો…!!
નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં ભારતની નિકાસમાં મિશ્ર ચિત્ર જોવા મળ્યું છે. ટોચના ૨૦ દેશોમાંથી લગભગ સાત દેશોમાં નિકાસ ઘટી છે, જ્યારે અમેરિકા જેવા મહત્વના બજારમાં નિકાસ ૨૨% વધીને મજબૂત રહી છે. વાણિજ્ય વિભાગના તાજા ડેટા અનુસાર એપ્રિલ-જુલાઈ દરમિયાન નેધરલેન્ડ (-૨૧.૨%), યુકે
(-૧૧.૨%), સિંગાપોર
(-૧૧.૮%), સાઉદી અરેબિયા (-૧૧.૮%), દક્ષિણ આફ્રિકા
(-૧૬.૩%), ઇટાલી (-૯.૩%), ફ્રાન્સ (-૧૭.૩%) અને મલેશિયા (-૨૮.૮%)માં ભારતની નિકાસ ઘટી છે. આ દેશોનો હિસ્સો ભારતની કુલ વેપારી નિકાસમાં ૬૯% જેટલો છે. નાણાંકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં ભારતની કુલ નિકાસ ૩% વધી ૧૪૯.૨ અબજ ડોલર પર પહોંચી છે. તેમાં અમેરિકા તરફની નિકાસ સૌથી મોટી ચાલક બની છે. યુએસ ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે, જ્યાં ૨૨% વૃદ્ધિ નોંધાઈ છે. નિષ્ણાંતો જણાવે છે કે અમેરિકાએ ઓગસ્ટના અંતથી આયાત પર ૫૦% ડયુટી લગાવવા-ની જાહેરાત કરી હોવાથી ખરીદદારો પહેલેથી જ સ્ટોક બનાવી રહ્યા છે.
જુલાઈ માસમાં જથ્થાબંધ મોંઘવારી બે વર્ષના તળિયે…!!
દેશની મોંઘવારીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો જુલાઈ, ૨૦૨૫માં -૦.૫૮ ટકા નોંધાયો છે. જે એપ્રિલ, ૨૦૨૩ બાદનો સૌથી ઓછો છે. સતત બીજા મહિને ફુગાવો નેગેટિવ ઝોનમાં રહ્યો છે. સરકાર અનુસાર, ખાદ્ય પદાર્થો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, અને બેઝિક મેટલ્સના ભાવમાં ઘટાડો થયો છે. જથ્થાબંધ ફુગાવો બે વર્ષના તળિયે પહોંચતાં આગામી સમયમાં લોકોના ખિસ્સા પર બોજો ઘટવાની શક્યતા છે. શાકભાજી અને અનાજના ભાવમાં તોતિંગ ઘટાડાના કારણે મોંઘવારીમાં રાહત મળી છે. જુલાઈમાં ખાદ્ય ચીજોનો જથ્થાબંધ ફુગાવો -૦.૯૬ ટકા નોંધાયો હતો. જ્યારે ખનિજ તેલમાં જથ્થાબંધ ફુગાવો -૧.૯૮ ટકા રહ્યો હતો. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસમાં ઠઙઈં -૨.૫૬ ટકા રહ્યો હતો. બેઝિક મેટલ્સમાં ઠઙઈં -૦.૮૨ ટકા થયો છે. જ્યારે કોલસા, વીજ અને ખનિજમાં જથ્થાબંધ ફુગાવો -૦.૪૪ ટકા, -૦.૩૬ ટકા અને -૧.૦૮ ટકા સાથે વધ્યો છે.