Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amal Malik પર છોકરીને ધક્કો મારવાનો આરોપ, ભાઈ અરમાનની પ્રતિક્રિયા

    September 13, 2025

    Bigg Boss ના ઘરમાં માત્ર ૨૦ દિવસમાં મોટો ખેલ ખેલાયો છે, શું ૧ નહીં પણ ૨ સ્પર્ધકો બહાર થશે?

    September 13, 2025

    Nepal માં યુવાનોનો ગુસ્સો,દક્ષિણ એશિયાનું બળવાખોરી અને રાજકારણ-એક આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ

    September 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amal Malik પર છોકરીને ધક્કો મારવાનો આરોપ, ભાઈ અરમાનની પ્રતિક્રિયા
    • Bigg Boss ના ઘરમાં માત્ર ૨૦ દિવસમાં મોટો ખેલ ખેલાયો છે, શું ૧ નહીં પણ ૨ સ્પર્ધકો બહાર થશે?
    • Nepal માં યુવાનોનો ગુસ્સો,દક્ષિણ એશિયાનું બળવાખોરી અને રાજકારણ-એક આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ
    • 14 સપ્ટેમ્બર, હિંદી દિવસ
    • દયાળુ રાજા રન્તિદેવ જે જન ઈચ્છે બીજાનું સુખ તો તેમને ક્યારેય નહિ આવે દુઃખ..
    • તંત્રી લેખ…દરેક મતદારની ચકાસણી જરૂરી છે
    • Delhi High Court ઐશ્વર્યા રાયની અરજી માન્ય રાખી
    • Taarak Mehta Ka Ooltah Chashmah નો નવો વૈશ્વિક બેન્ચમાર્કઃ ૪૫૦૦ એપિસોડ પૂરા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Indian stock market જોખમી તબક્કામાં..નફાલક્ષી વલણ…!!!
    વ્યાપાર

    Indian stock market જોખમી તબક્કામાં..નફાલક્ષી વલણ…!!!

    Vikram RavalBy Vikram RavalSeptember 13, 2025No Comments11 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

    ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં કુલ મળીને તેજીનો દોર જોવા મળ્યો હતો. અમેરિકાના આકરા ટેરિફ સામે ભારતની ડિપ્લોમસી અસરકારક સાબિત થતી જણાઈ હતી અને ભારત, રશિયા અને ચીનની ત્રિપુટી નજીક આવતાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો રૂખ નરમ બન્યો હોવાના સંકેતો રોકાણકારો માટે સકારાત્મક સાબિત થયા હતા. આ સાથે ફિચે ભારતના જીડીપી વૃદ્ધિનો અંદાજ સુધારીને ૬.૭% કરવાથી પણ બજારને ટેકો મળ્યો હતો. બીજી તરફ, ચોમાસાની સારી પ્રગતિ, ગ્રામ્ય માંગમાં વધારો અને મેક ઈન ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહનરૂપ પગલાંના સંકેતો શેરબજારમાં તેજી લાવનારા પરિબળો રહ્યા હતા.

    આ ઉપરાંત, જીએસટી કાઉન્સિલ દ્વારા દરોમાં ઘટાડો અને ચાર સ્લેબને બદલે બે સ્લેબનું સરળીકરણ બજાર માટે મોટું સકારાત્મક બની રહ્યું. ઉદ્યોગોને મળેલી આ રાહત, ગ્રાહકોની ખરીદશક્તિમાં વધારો અને મોંઘવારીનું દબાણ હળવું થવાની ધારણાએ ફંડો અને મોટા રોકાણકારોમાં વેલ્યુ બાઇંગ જોવાયું હતું. સાથે જ ફેડરલ રિઝર્વની આગામી બેઠકમાં વ્યાજદર ઘટાડાની અપેક્ષા, અમેરિકામાં આઉટ સોર્સિંગ ટેક્ષ લાદવાની અટકળો વચ્ચે ટ્રેડ ડિલ વાટાઘાટ ફરી શરૂ થવાના અહેવાલો સાથે વોલેટિલિટી હોવા છતાં સપ્તાહ દરમિયાન બજારમાં ઉછાળો જોવા મળ્યો અને રોકાણકારોના સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો આવ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આકર્ષક ઘટાડાની ધારણાં અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડા જેવા પરિબળોને કારણે ડોલરમાં નબળાઈ સામે ગત સપ્તાહે રૂપિયાના મૂલ્યમાં વધારો જોવાયો હતો, જયારે રશિયા પર અમેરિકાના વધુ સૂચિત પ્રતિબંધો અને ઓપેક તથા સભ્ય દેશો દ્વારા ક્રુડ તેલના ઉત્પાદનમાં વધારો સાધારણ રહેવાના સંકેતે ક્રુડ ઓઈલના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારતના વિકાસ દર અંગે રેટિંગ એજન્સી ફિચે તાજેતરમાં પોતાના અંદાજમાં વધારો કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને અનુકૂળ નાણાકીય સ્થિતિના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો વૃદ્ધિ દર ૬.૫% પરથી વધારીને ૬.૯% કરવામાં આવ્યો છે. એપ્રિલ – જૂન ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિમાં થયેલો ઝડપી વધારો, જીડીપી વૃદ્ધિમાં નોંધાયેલા સુધારા અને ગ્રાહક ખર્ચમાં મજબૂત વૃદ્ધિ આ પરિવર્તનના મુખ્ય પરિબળો રહ્યા છે. મજબૂત વાસ્તવિક આવક, જીએસટી સુધારા અને સ્થાનિક રોકાણો સાથે દેશની આંતરિક માંગ અર્થતંત્રને સશક્ત બનાવી રહી છે. ફિચના અંદાજ અનુસાર, આવતા ક્વાર્ટરમાં ગ્રાહક ખર્ચમાં વધુ વધારો થવાની શક્યતા છે, જે અર્થતંત્રને આગળ વધારશે.

    વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો, ભારતની વૃદ્ધિની ગતિ અન્ય મોટા અર્થતંત્રોની તુલનામાં વધુ મજબૂત જણાઈ રહી છે. અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં મંદીનો દબાવ હોવા છતાં, ભારતીય અર્થતંત્ર સ્થાનિક માંગ અને રોકાણના આધાર પર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જોકે, ફિચે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી વૃદ્ધિનો દર ઘટીને ૬.૩% અને ત્યારબાદ ૨૦૨૭-૨૮માં ૬.૨% થવાની શક્યતા છે, કારણ કે અર્થતંત્ર પોતાની ક્ષમતા કરતા ઉપર ચાલી રહ્યું છે. આથી, વૈશ્વિક વેપાર પ્રવાહો અને આંતરરાષ્ટ્રીય માંગનો દબાવ આવતા વર્ષોમાં દેશની વૃદ્ધિ પર અસર કરી શકે છે, તેમ છતાં હાલની પરિસ્થિતિ ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં મજબુત સ્થાન આપે છે.

    મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં સ્થાનિક

    તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…

    સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮,૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭,૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨,૬૭૩.૯૧ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૦,૯૩૯.૧૬ કરોડની ખરીદી, ઓગસ્ટ ૨૦૨૫માં અંદાજીત રૂ.૯૮,૮૨૮.૫૫ કરોડની ખરીદી તેમજ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૫,૫૯૧.૩૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

    જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧,૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૭,૬૬૬.૬૮ કરોડની વેચવાલી, ઓગસ્ટ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૬,૯૦૨.૯૨ કરોડની વેચવાલી તેમજ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૯૩૭૩.૮૫ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

    બજારની ભાવિ દિશા…

    મિત્રો, રૂપિયો ડોલર સામે સતત તૂટતાં કરન્સી માર્કેટમાં દબાણ વધી રહ્યું છે, પરંતુ તેની મિશ્ર અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. એક તરફ, આયાત આધારિત સેક્ટર જેમ કે ઓઈલ-ગેસ, કેમિકલ્સ અને ઓટો માટે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં માર્જિન પર દબાણ આવશે, જેના કારણે આ સેક્ટરનું પ્રદર્શન નબળું પડી શકે છે. બીજી તરફ, નિકાસ આધારિત કંપનીઓ ખાસ કરીને આઈટી, ફાર્મા અને ટેક્સટાઇલ ક્ષેત્રોને રૂપિયાની નબળાઈનો લાભ મળી શકે છે, કારણ કે તેમની આવક ડોલરમાં થાય છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં સેક્ટર સ્પેસિફીક ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતા છે, જ્યાં નિકાસ આધારિત કંપનીઓમાં તેજી અને આયાત આધારિત કંપનીઓ દબાણમાં રહી શકે છે.

    આગામી દિવસોમાં ભારતીય શેરબજારનું રૂખ વૈશ્વિક પરિબળો સાથે રૂપિયાની ચાલ પર પણ આધારિત રહેશે. જો ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડે તો ડોલરમાં કમજોરી આવી શકે છે, જે ભારતીય કરન્સી અને ઈક્વિટી માર્કેટ માટે સકારાત્મક રહેશે. એ સિવાય, ક્રૂડતેલના ભાવમાં સ્થિરતા પણ બજારને ટેકો આપી શકે છે. ટૂંકા ગાળે ભારતીય શેરબજારમાં મિશ્ર ચાલ રહેવાની શક્યતા છે, પરંતુ લાંબા ગાળે ભારતની મજબૂત આંતરિક માંગ અને કોર્પોરેટ કમાણીના ટેકે બજાર માટે આશાવાદી દિશા જળવાઈ રહેવાની સંભાવના છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!

    ફયુચર રોકાણ

    (૧) અદાણી પોટ્‌ર્સ (૧૪૦૦) : પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!

    (૨) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૩૯૮) : અ /ઝ+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩) એક્સીસ બેન્ક (૧૧૦૯) : રૂ.૧૦૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૦૭૩ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

    (૪) ઈન્ફોસીસ લિ. (૧૫૨૩) : ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૬૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૭૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!

    (૫) એચસીએલ ટેકનોલોજી (૧૪૬૮) : રૂ.૧૪૮૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

    (૬) ગોદરેજ કન્યુમર (૧૨૪૧) : પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્‌યાઘાતી ઘટાડે રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!

    હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ

    (૧)મહિન્દ્રા લોજિસ્ટિક્સ (૩૨૬) : ઇ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૬ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૩૭ થી રૂ.૩૪૪ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    (૨)એનટીપીસી લિ. (૩૨૪) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૧૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૦૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૩૩૭ થી રૂ.૩૪૫ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!

    (૩)જ્યુપિટર વેગન્સ (૩૨૦) : રૂ.૩૧૩ નો પ્રથમ તેમજ રૂ.૩૦૮ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૪) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (૩૧૬) : રિફાઇનરી અને માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૩૦૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!

    (૫) પાવર ગ્રીડ કોર્પોરેશન (૨૮૦) : રૂ.૨૭૪ નો પ્રથમ તેમજ રૂ.૨૬૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી પાવર-ટ્રાન્સમિશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૯૩ થી ૩૦૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

    (૬) હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ (૨૦૪) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૯૭ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૧૭ થી રૂ.૨૨૫ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

    (૭) રાષ્ટ્રિય કેમિકલ્સ (૧૪૬) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૩૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૫૪ થી રૂ.૧૬૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

    (૮) ગુજરાત પીપાવાવ પોર્ટ (૧૫૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭ આસપાસ રોકાણકારે રૂ.૧૬૪ થી રૂ.૧૭૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૦ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!

    સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો

    (૧) આલ્કલી મેટલ્સ (૮૮) : સ્પેશીયલટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૪ થી રૂ.૧૦૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!

    (૨) શ્રીરામ પ્રોપર્ટીઝ (૮૬) : ડિલેવરીબેઇઝ રોકાણકારે રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્‌ટ્‌સ સેક્ટરનાં આ સ્ટોકને ૮૦ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૮ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!

    (૩) બીપીએલ લિ. (૮૦) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩ નો પ્રથમ તેમજ રૂ.૬૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી કન્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૮ થી રૂ.૯૩ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

    (૪) વાસ્કોન એન્જીનિયર્સ (૫૦) : રૂ.૪૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૬ થી રૂ.૬૦ ની ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!

    ઓગસ્ટ ૨૦૨૫ : ઈક્વિટી ફંડમાં પ્રવાહ ઘટ્યો, ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું…!!

    મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્‌સ ઈન ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જુલાઈના રૂ.૪૨,૭૦૨.૩૫ કરોડની તુલનામાં ઓગસ્ટમાં ઈક્વિટી ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ૨૧ ટકાનો ઘટાડો સાથે રૂ.૩૩,૪૩૦ કરોડ નોંધાયો. તેમ છતાં, સતત ૫૪મા મહિને ઈક્વિટી ફંડોમાં સકારાત્મક પ્રવાહ યથાવત રહ્યો.

    ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વહીવટ હેઠળની સંપત્તિ જુલાઈના રૂ.૭૫.૩૫ લાખ કરોડથી થોડું ઘટીને રૂ.૭૫.૧૮ લાખ કરોડ રહી. જોકે, રોકાણકારોની ભાગીદારી મજબૂત રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોઝ જુલાઈના અંતે ૨૪.૫૭ કરોડથી વધીને ઓગસ્ટમાં ૨૪.૮૯ કરોડ થયા છે, જે જૂનના અંતે ૨૪.૧૩ કરોડ હતા. આ દરમિયાન કુલ ૨૩ નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો લોન્ચ થઈ, જેના માધ્યમથી રૂ.૨૮૫૯ કરોડ એકત્ર થયા. તુલનાત્મક રીતે, જુલાઈમાં ૩૦ નવી સ્કીમો દ્વારા રૂ.૩૦,૪૧૬ કરોડ એકત્ર થયા હતા.

    કેટેગરી પ્રમાણે જોવામાં આવે તો ઓગસ્ટમાં ફ્લેક્સી-કેપ ફંડોમાં સૌથી વધુ રૂ.૭૬૭૯ કરોડનું રોકાણ થયું. ત્યારબાદ મિડ-કેપ ફંડોમાં રૂ.૫૩૩૧ કરોડ અને સ્મોલ-કેપ ફંડોમાં રૂ.૪૯૯૩ કરોડની એન્ટ્રી જોવા મળી. લાર્જ-કેપ ફંડોમાં પણ સુધારો જોવા મળ્યો છે અને તેમાં રૂ.૨૮૩૫ કરોડનું રોકાણ થયું. સેક્ટરલ અને થીમેટિક ફંડોમાં જુલાઈના રૂ.૯૪૨૬ કરોડની તુલનામાં ઓગસ્ટમાં રૂ.૩૮૯૩ કરોડનું રોકાણ થયું.

    બીજી બાજુ, ડેટ ફંડોમાં ઓગસ્ટમાં રૂ.૭૯૮૦ કરોડની આઉટફ્લો નોંધાઈ છે, જ્યારે જુલાઈમાં આ કેટેગરીમાં મજબૂત રૂ.૧.૦૬ લાખ કરોડની એન્ટ્રી થઈ હતી. આ ઘટાડો મુખ્યત્વે લિક્વિડ ફંડોમાં જોવા મળ્યો, જેમાં કોર્પોરેટ અને ઈન્સ્ટિટ્યુશનલ રોકાણકારો દ્વારા ટૂંકા ગાળાના ઉપાડને કારણે રૂ.૧૩,૩૫૦ કરોડનું રીડેમ્પશન થયું. કોર્પોરેટ બોન્ડ ફંડોમાં રૂ.૮૨૫ કરોડ અને ગિલ્ટ ફંડોમાં રૂ.૯૨૮ કરોડની આઉટફ્લો નોંધાઈ.

    હાઈબ્રિડ ફંડોમાં પણ જુલાઈના રૂ.૨૦,૮૭૯ કરોડની તુલનામાં ઓગસ્ટમાં પ્રવાહ ઘટીને રૂ.૧૫,૨૯૩ કરોડ રહ્યો. જોકે, ગોલ્ડ ઊઝઋમાં રોકાણકારોની રસ વધુ જોવા મળી રહ્યો છે. જુલાઈના રૂ.૧૨૫૬ કરોડની તુલનામાં ઓગસ્ટમાં આ કેટેગરીમાં રૂ.૨૧૯૦ કરોડનું રોકાણ થયું.

    સપ્ટેમ્બર માસમાં ૫.૧૪ ટ્રિલિયન ડોલરના હિસ્સા સાથે ભારત વૈશ્વિક માર્કેટ કેપમાં પાંચમા સ્થાને…!!

    સપ્ટેમ્બર ૨૦૨૫ની શરૂઆતમાં વૈશ્વિક માર્કેટ કેપ ૧૪૦.૮૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી હતી, જેમાં ભારતનો હિસ્સો ૫.૧૪ ટ્રિલિયન ડોલર અથવા ૩.૬૫% રહ્યો હતો. એક વર્ષ પહેલાં, સપ્ટેમ્બર ૨૦૨૪માં ભારતનો હિસ્સો ૪.૫૨% (૫.૬૬ ટ્રિલિયન ડોલર) હતો. એટલે કે છેલ્લા એક વર્ષમાં ભારતના હિસ્સામાં ઘટાડો નોંધાયો છે.હાલ ભારત વૈશ્વિક માર્કેટ કેપમાં હોંગકોંગ પછી પાંચમા સ્થાને છે. અમેરિકાએ ૪૮.૧૦% હિસ્સા સાથે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે, જ્યારે ચીન બીજા, જાપાન ત્રીજા અને જર્મની ચોથા સ્થાને છે.રિપોર્ટ મુજબ, ઓગસ્ટ ૨૦૨૫માં ભારતનો હિસ્સો ઘટીને ૩.૬૦% રહ્યો હતો, જે છેલ્લા ૧૬ મહિનામાં સૌથી નીચો સ્તર હતો. જૂનથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વૈશ્વિક માર્કેટ કેપમાં ૬.૭૨ ટ્રિલિયન ડોલરનો વધારો થયો હતો, જ્યારે ભારતની માર્કેટ કેપ ૫.૩૮ ટ્રિલિયન ડોલરથી ઘટીને ૫.૦૩ ટ્રિલિયન ડોલર રહી ગઈ હતી.અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીમાં રિકવરીને કારણે છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક માર્કેટ કેપમાં ૧૫.૮૨ ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. પરંતુ ભારતની માર્કેટ કેપ આ ગાળામાં ૫.૬૬ ટ્રિલિયન ડોલર પરથી ઘટીને ૫.૦૩ ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે.ત્યાં છતાં, ભારતનું સ્થાન માર્કેટ કેપની દ્રષ્ટિએ વૈશ્વિક ટોચના ૧૦ દેશોમાં યથાવત છે.

    કંપનીઓની આવકમાં નબળાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને ઊંચા મૂલ્યાંકનને કારણે ભારતની માર્કેટ કેપ પર દબાણ આવ્યું છે.ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતની ઈક્વિટી માર્કેટનું મૂલ્યાંકન વૈશ્વિક સ્તરે વધુ હતું. તે સમયે મજબૂત વિદેશી રોકાણ પ્રવાહો અને સારી કોર્પોરેટ કામગીરીના કારણે બજાર મજબૂત રહ્યું હતું. પરંતુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા આવ્યા પછી નાણાં અમેરિકા તરફ વળ્યાં છે. સાથે જ ઊંચા મૂલ્યાંકનને કારણે ફંડોએ પ્રોફિટ બુકિંગ પણ કર્યું છે.ભારતની માર્કેટ કેપ હાલમાં તેના ૠઉઙની સરખામણીએ ૧૭૮% છે, જે લાંબા ગાળાની ૮૭%ની સરેરાશ કરતા ઘણી વધારે છે.

    યુરોપ તરફ વળી શકે ભારતની નિકાસ, અમેરિકાના ટેરિફ સામે વૈકલ્પિક બજાર તૈયાર…!!

    ભારત તથા યુરોપિયન યુનિયન (ઊઞ) વચ્ચે વેપાર કરાર થશે તો અમેરિકા ખાતે ભારતની થતી નિકાસમાંથી લગભગ ૮૫ ટકા નિકાસ યુરોપ તરફ વળી શકે છે. તાજેતરના એક અભ્યાસ મુજબ ભારતના માલસામાન માટે યુરોપમાં વ્યાપક માંગ છે, જે અમેરિકાના ટેરિફ આંચકાથી સુરક્ષા પૂરું પાડવા માટે વૈકલ્પિક બજાર તરીકે ઉભરી શકે છે.૨૦૨૪ દરમિયાન ભારતે યુરોપિયન યુનિયનમાં ૭૭.૫૦ અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે અમેરિકામાં ૭૯.૪૦ અબજ ડોલરની નિકાસ થઈ હતી. અભ્યાસ મુજબ જો વેપાર કરાર અમલમાં આવશે તો અમેરિકાની નિકાસમાંથી અંદાજે ૬૭.૨૦ અબજ ડોલરની નિકાસ યુરોપ તરફ ખસેડાઈ શકે છે. જોકે, નિકાસ કેટલો વધશે તે કરારની શરતો પર આધારિત રહેશે.ડાયમન્ડસ ક્ષેત્રે યુરોપ ભારત માટે વિશાળ તક પૂરી પાડે છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતમાંથી ૪.૮૨ અબજ ડોલરના ડાયમન્ડસ આયાત કર્યા હતા, જ્યારે યુરોપે પોતાની કુલ ૭.૩૦ અબજ ડોલરની આયાતમાંથી ૧.૭૦ અબજ ડોલરના ડાયમન્ડસ ભારતમાંથી ખરીદ્યા હતા. આ પરથી સ્પષ્ટ થાય છે કે યુરોપીયન બજારમાં ભારતીય ડાયમન્ડસ માટે નોંધપાત્ર અવકાશ છે.વેપાર કરારમાં ડાયમન્ડસ ઉપરાંત સ્માર્ટફોન નિકાસ માટે પણ તકો ઊભી થઈ શકે છે. હાલમાં અન્ય દેશોમાંથી યુરોપમાં અબજો ડોલરના સ્માર્ટફોન નિકાસ થાય છે, જ્યારે ભારતમાંથી આ આંક તુલનાત્મક રીતે ઓછો છે.

    ઓગસ્ટ માસમાં એફપીઆઈની ભારે વેચવાલી : ફાઇનાન્સ – આઈટી નબળાં, ઓટોક્ષેત્રમાં તેજી…!!

    ઓગસ્ટના બીજા પખવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ ભારતીય શેરબજારમાં મોટાપાયે મૂડીકામ પાછું ખેંચી લીધું હતું. તેઓ કુલ રૂ.૧૪૦૨૦ કરોડના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. આ દરમ્યાન સૌથી મોટો ફટકો નાણાકીય સેવાઓ ક્ષેત્રને પડ્યો, જ્યાંથી એફપીઆઈ એ રૂ. ૯૮૧૭ કરોડની નિકાસ કરી હતી. આઈટી સેક્ટરમાં પણ રૂ.૪૯૦૫ કરોડની વેચવાલી થઈ હતી, જ્યારે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાંથી રૂ.૨૦૧૭ કરોડ, વીજળીમાંથી રૂ.૧૭૦૮ કરોડ અને ટેલિકોમમાંથી રૂ.૧૬૮૦ કરોડની મૂડી બહાર ખેંચાઈ હતી. આ ભારે વેચવાલીના કારણે ઓગસ્ટમાં બેન્ચમાર્ક નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧.૪%થી ઘટ્યો હતો.બીજી તરફ, ઓટોમોબાઈલ્સ અને ઓટો ઘટકો ક્ષેત્ર એફપીઆઈ માટે સૌથી પસંદગીનું રહ્યું. અહીં રૂ.૨૬૧૭ કરોડનું નવું રોકાણ થતા નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૫.૫%નો વધારો નોંધાયો હતો. એટલું જ નહીં, સેવાઓ ક્ષેત્રમાં રૂ.૧૯૬૭ કરોડ, રસાયણોમાં રૂ.૧૧૬૧ કરોડ, બાંધકામ સામગ્રીમાં રૂ.૭૮૫ કરોડ અને મૂડી માલ ક્ષેત્રમાં રૂ.૭૬૪ કરોડની લેવાલી કરવામાં આવી હતી.આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે એફપીઆઈનું રોકાણ ધોરણ બદલાઈ રહ્યું છે. પરંપરાગત રીતે મજબૂત ગણાતા ફાઇનાન્સ અને આઈટીમાંથી મૂડીકામ બહાર ખેંચીને તેઓ હવે ઓટો, સેવાઓ અને મેન્યુફેક્ચરિંગ આધારિત સેક્ટરોમાં નવા અવસર શોધી રહ્યા છે.

    Indian Stock Market profit-oriented trend
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    September 13, 2025
    વ્યાપાર

    MCX મન્થલી માર્કેટ રિપોર્ટ

    September 13, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 12, 2025
    વ્યાપાર

    Dollar સામે સતત ગગડતો રૂપિયો ૮૮.૪૬ના નવા તળિયે

    September 12, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    September 12, 2025
    રાષ્ટ્રીય

    લોન નહીં ચૂકવો તો તમારો ફોન લોક થઈ જશે! RBI

    September 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amal Malik પર છોકરીને ધક્કો મારવાનો આરોપ, ભાઈ અરમાનની પ્રતિક્રિયા

    September 13, 2025

    Bigg Boss ના ઘરમાં માત્ર ૨૦ દિવસમાં મોટો ખેલ ખેલાયો છે, શું ૧ નહીં પણ ૨ સ્પર્ધકો બહાર થશે?

    September 13, 2025

    Nepal માં યુવાનોનો ગુસ્સો,દક્ષિણ એશિયાનું બળવાખોરી અને રાજકારણ-એક આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ

    September 13, 2025

    14 સપ્ટેમ્બર, હિંદી દિવસ

    September 13, 2025

    દયાળુ રાજા રન્તિદેવ જે જન ઈચ્છે બીજાનું સુખ તો તેમને ક્યારેય નહિ આવે દુઃખ..

    September 13, 2025

    તંત્રી લેખ…દરેક મતદારની ચકાસણી જરૂરી છે

    September 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amal Malik પર છોકરીને ધક્કો મારવાનો આરોપ, ભાઈ અરમાનની પ્રતિક્રિયા

    September 13, 2025

    Bigg Boss ના ઘરમાં માત્ર ૨૦ દિવસમાં મોટો ખેલ ખેલાયો છે, શું ૧ નહીં પણ ૨ સ્પર્ધકો બહાર થશે?

    September 13, 2025

    Nepal માં યુવાનોનો ગુસ્સો,દક્ષિણ એશિયાનું બળવાખોરી અને રાજકારણ-એક આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ

    September 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.