New Delhi, તા.12
ગઈકાલે શ્રીલંકા સામે વિમેન્સ ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલમાં 97 રને જીત મેળવી હરમનપ્રીત કૌર એન્ડ કંપની કોમની વાત માડ ચેમ્પિયન બની છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વાઈસ કેપ્ટન સ્મૃતિ માન્ધનાએ સેન્ચુરીના આધારે સાત વિકેટે 342 રન ફટકારી દીધા હતા. સ્પિનર સ્નેહ રાણા અને ફાસ્ટ બોલર અમનાજોત કૌરની શાનદાર બોલિંગના કારણે 48.2 ઓવરમાં યજમાન ટીમ શ્રીલંકા 245 2ને, ડેર થઈ ગઈ હતી.
15 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 101 બોલમાં 116 રન ફટકારનાર સ્મૃતિ માન્યનાએ પોતાની ઓપનિંગ પાર્ટનર પ્રતીકા રાવલ (49 બોલમાં 30 રન) સાથે પહેલી વિકેટ માટે 70 રન અને હરલીન દેઓલ (56 બોલમાં 47 રન) સાથે બીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર (30 બોલમાં 41 રન) અને જેમિમા રોડ્રિગ્સે (29 બોલમાં 44 રન)ની ઈનિંગ્સના કારણે પણ ભારતને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી.
શ્રીલંકા તરફથી તેમની કેપ્ટન ચમરી અટ્ટાપટ્ટ (66 બોલમાં 51 રન) મોટી ઈનિંગ્સ રમી શકી હતી. સ્પિનર સ્નેહ રાણા (38 રનમાં ચાર વિકેટ) અને ફાસ્ટ બોલર અમનજોત કૌર (54 રનમાં 3 વિકેટ)ની કડક બોલિંગને કારણે યજમાન ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટાર્ગેટ સેટ કરવામાં નિષ્ફળ રહી હતી. પાંચ મેચમાં સૌથી વધુ 15 વિક્રેટ લેનાર સ્નેહ રાણા પ્લેયર ઓફ ધ સિરીઝ અવોર્ડ જીતી હતી.
શ્રીલંકાની ધરતી પર સૌથી મોટો વન-ડે સ્કોર કર્યો ભારતીય મહિલાઓએ
ભારતીય વિમેન્સ ટીમે ગઈકાલે કોલંબોમાં જે 342 રનનો સ્કોર કર્યો એ શ્રીલંકાની ઘરતી પર સૌથી મોટો વિમેન્સ વન-ડે મેચની સ્કોર હતો. વિદેશી ધરતી પર ભારતીય ટીમનો આ હાઈએસ્ટ વિમેન્સ વન-ડે સ્કોર પણ રહ્યો છે.
મિતાલી રાજનો 19 વર્ષ જૂનો રેકાર્ડ સ્મૃતિ માન્ધનાએ તોડ્યો
સ્મૃતિ માન્યનાએ ગઈકાલે ભારત તરફથી વિમેન્સ વન-ડેમાં હાઈએસ્ટ અગિયારમી સેન્ચુરી ફટકારીને મોટો રેકોર્ડ પોતાને નામે કર્યો છે. 101 બોલમાં 116 રનનો સ્કોર એ વિમેન્સ વન-ડે ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બન્યો છે. તેણે મિતાલી રાજનો 19 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજે 2006માં કરાચીમાં એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે જ 121 બોલમાં અણનમ 108 રનની ઇનિંગ્સ રમી હતી. સ્મૃતિએ વિમેન્સ વન-ડેમાં હાઈએસ્ટ 54 સિકસર ફટકારવાનો રેકોર્ડ પણ હવે પોતાના નામે કર્યો છે.