New Delhi તા.29
તહેવારોમાં ખરીદીના નામે ભારતીયો બિનજરૂરી ખર્ચ કરવામાં સૌથી આગળ છે. તેમાં પણ જેન-જી (યુવાવર્ગ) બીજી પેઢીઓની તુલનામાં વધુ બિનજરૂરી ખર્ચ કરે છે. આ પેઢી ઉધાર લઈને ખરીદી કરવામાં પાછળ નથી હટતી. એક અમેરિકી રિપોર્ટમાં આ બાબત બહાર આવી છે.
અમેરિકી પરામર્શ કંપની મેક્નિસેના રિપોર્ટ મુજબ જેન-જી અન્ય પેઢીઓની તુલનામાં વધુ નકામો ખર્ચ કરે છે. આ યુવાનો પૈસા ન હોવા પર `હાલ ખરીદો, બાદમાં પેમેન્ટ કરો’ સેવાઓનો જોરદાર ઉપયોગ કરી રહી છે. જેન-જીમાં બીજી પેઢીના મુકાબલે ઉધાર પર ખરીદી કરવી 13 ટકા વધુ છે. આ પેઢીના ખરીદનારાઓ સૌથી વધુ બ્રાન્ડને મહત્વ આપે છે.

જનરેશન-જીના 34 ટકા લોકોએ કપડાં અને 28 ટકા લોકોએ સૌંદર્ય પ્રસાધનો પર ખર્ચ કર્યો છે. આ ગ્રાહકો ઈ-કોમર્સથી ખરીદીને મહત્વ આપે છે. રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાના ગ્રાહકો વિચારીને ખરીદી કરે છે. ઓસ્ટ્રેલિયાના લગભગ 60 ટકા લોકો માને છે કે તેઓ મોંઘવારીને લઈને ચિંતીત છે, તેમાંથી 16 ટકા જ બિનજરૂરી ખર્ચ કરે છે.
ભારતમાં 31 ટકા લોકો બિનજરૂરી ખર્ચ કરવા તૈયારઃ સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ભારતમાં 40 ટકા લોકો મોંઘવારીને લઈને ચિંતીત છે, પરંતુ 31 ટકા ગ્રાહકો બિનજરૂરી ખર્ચ યોજના તૈયાર રાખે છે. માત્ર 9 ટકા ગ્રાહકો જ બિનજરૂરી ખર્ચથી બચવાની કોશિશ કરે છે.
સારી જિંદગીનો ઉદેશઃ ગ્રાહક મામલાની જાણકાર શીતલ કપુર કહે છે કે યુવા પેઢી પૈસા બચાવવાના બદલે ખર્ચ કરવામાં વધુ વિશ્વાસ કરે છે. તેઓ સારી જિંદગી જીવવા માંગે છે, એટલે તેઓ લાઈફ સ્ટાઈલને લઈને બિનજરૂરી ખર્ચથી પાછળ નથી હટતા.
► જનરેશન એકસ
વર્ષ 1960 થી 1980 વચ્ચે જન્મ લેનારા લોકો
► મિલેનિયલ્સ
વર્ષ 1981 થી 1996 દરમિયાન જન્મ લેનારા લોકો
► જનરેશન-જી
વર્ષ 1997 થી 2012 દરમિયાન જન્મ લેનારા લોકો

