Sydney, તા.17
ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વધુ ભારતીય ખેલાડીઓને વિદેશી લીગમાં રમવાની મંજૂરી આપવાની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાથી તેમને મૂલ્યવાન અનુભવ મળશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાલમાં તેના સક્રિય ખેલાડીઓને વિદેશી T20 લીગમાં રમવાની મંજૂરી આપતું નથી. ભારતીય ક્રિકેટરો IPL સહિત તમામ પ્રકારના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અને બોર્ડ તરફથીનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા પછી જ વિદેશમાં રમી શકે છે.
રવિ શાસ્ત્રીએ કહ્યું, “ભારતમાંથી દરેકને રમવાની તક મળતી નથી. જો કોઈ ખેલાડી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શકતો નથી અથવા લેવલ C અથવા લેવલ D કરાર મેળવી શકતો નથી, તો તેને બિગ બેશ લીગમાં રમવાથી કેમ પ્રતિબંધિત કરવામાં આવે?”