ઓસ્ટ્રેલિયાએ ૧૮૬ રન બનાવ્યાં હતા : જવાબમાં ટીમ ઇન્ડિયાએ ૧૮.૩ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો હતો
Oval, તા.૨
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી૨૦ૈ સીરિઝ પૈકીની ત્રીજી મેચ આજે હોબાર્ટના બેલિરીવ ઓવલમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમે બાજી મારી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયા ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. જવાબમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે ૬ વિકેટના નુકસાને ૧૮૬ રન બનાવ્યાં હતા. જવાબમાં ટીમ ઇન્ડિયાએ ૧૮.૩ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. આ જીત સાથે જ ભારતે સીરિઝમાં ૧-૧થી બરાબરી કરી લીધી છે. સીરિઝની ચોથી મેચ ૬ નવેમ્બરે રમાશે.
ભારતીય ટીમ માટે રનચેજમાં અભિષેક શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. અભિષેકે ૧૬ બોલમાં ૨૫ રન ફટકાર્યા હતા. જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સામેલ રહ્યાં. ત્યાર બાદ શુભમન ગિલ ૧૫ રન બનાવીને આઉટ થયો. કેપ્ટન સુર્યકુમાર યાદવે પણ ૨૪ રનની નાની પણ અસરકારક ઇનિંગ રમી. સૂર્યાના આઉટ થયા પછી અક્ષર પટેલ અને તિલક વર્માએ મળીને ટીમનો સ્કોર ૧૦૦ને પાર પહોંચાડ્યો હતો. અક્ષર પટેલ ૧૭ રન બનાવીને આઉટ થયા બાદ વોશિંગ્ટન સુંદર અને જિતેશ શર્મા વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશીપ નોંધાઈ. વોશિંગ્ટન સુંદરે ટીમ તરફથી સૌથી વધુ ૪૯ રન બનાવ્યાં, જ્યારે જિતેશે ૨૨ રન બનાવ્યાં હતા.
ઓસ્ટ્રેલિયન ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૮૬ રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રન નહોતી, ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડ ૬ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મિચેલ માર્શ ૧૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોશ ઇંગ્લિશ ૧ અને મિચેલ ઓવેન ૦ પર આઉટ થયા. ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી સૌથી વધુ ટિમ ડેવિડે ૭૪ રન બનાવ્યાં હતા. અંતે માર્કસ સ્ટોઈનિસે ૬૪ રન અને મેથ્યૂ શોર્ટના ૨૬ રનને કારણે ટીમનો સ્કોર ૧૮૬ સુધી પહોંચ્યો હતો. ભારત તરફથી અર્શદીપ સિંહે ૩ અને વરુણ ચક્રવર્તીએ ૨ વિકેટ ઝડપી હતી.

