New Delhi,તા.04
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે લંડનના ઓવલના મેદાનમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડને છ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે કુલ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં બંને દેશો બે-બે મેચમાં જીત મેળવતાની સાથે શ્રેણીનો અંત થયો છે. મેચના છેલ્લા દિવસે ભારતીય બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજની મહેનતના કારણે ભારતે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો છે. ભારત તરફથી ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં ક્રિષ્નાએ 4 વિકેટ અને સિરાજે 5 વિકેટ ઝડપી છે. આ સાથે બંને દેશોએ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં બે-બે મેચ જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 224 રન અને બીજી ઈનિંગમાં 396 રન નોંધાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 247 રન અને બીજી ઈનિંગમાં 367 રન નોંધાવ્યા હતા.
પાંચમી ટેસ્ટ મેચમાં કુલ ત્રણ સદી નોંધાઈ હતી, જેમાં ભારતીય બેટર યશસ્વી જયસ્વાલે 118 રન, ઈંગ્લેન્ડના બેટર જો રૂટે 105 રન અને હેરી બ્રૂકે 111 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારત તરફથી કરૂણ નાયરે 57 રન, આકાશ દીપે 66 રન, રવિન્દ્ર જાડેજાએ 53 રન અને વોશિગ્ટન સુંદરે 53 રન નોંધાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી ફિફ્ટી ફટકારનારા બેટરોમાં ઝેક ક્રોલીએ 64 રન, હેરી બ્રુકે 53 રન, બેન ડુકેટે 54 રન નોંધાવ્યા હતા.ઝેક ક્રોલી – 14 રન, બેન ડકેટ – 54 રન, ઓલી પોપ – 27 રન, જો રૂટ – 105 રન, હેરી બ્રૂક – 111 રન, જેકોફ બેટરી – 5 રન, જેમી સ્મિથ – 2 રન, જેમી ઓવર્ટન – 2 રન, ગોસ એટ્કીસન – 17 રન, જોસ ટેન્ગો – 0 રન, ક્રિશ વોક્સ – અણનમ 0 રન નોંધાવ્યા છે.આકાશ દિપ – 1 વિકેટ, પ્રસિદ્ધ ક્રિષ્ના – 4 વિકેટ, મોહમ્મદ સિરાજ – 4 વિકેટ ઝડપી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા વિકેટ લેવામાં નિષ્ફળ ગયા છે.