New Delhi તા.1
જનન દરમાં ઘટાડાના કારણે દેશની વસ્તી 2080 સુધીમાં 1.8 થી 1.9 અબજ વચ્ચે સ્થિર રહેવાની આશા છે. ઈન્ડિયન એસોસીએશન ફોર ધી સ્ટડી ઓફ પોપ્યુલેશન (આઈએએસપી)ના આકલનમાં આ પરિણામ બહાર આવ્યું છે.
આઈએએસપીનાં મહાસચીવ અનિલ ચંદ્રનના અનુસાર દેશ ઝડપથી વસ્તીનાં આંકડામાં પરિવર્તનનાં દોરમાં પસાર થઈ રહ્યો છે. ગત દાયકાઓમાં જન્મ દરમાં ઝડપથી ઘટાડો થયો છે.
વર્ષ 2000 માં કુલ પ્રજનન દર (ટીએફઆઈ) 3.5 હતો જે હવે 1.9 રહી ગયો છે. ચંદ્રનનાં અનુસાર વર્ષ 2080 સુધીમાં દેશની વસ્તી પીક (ટોચ) પર હશે.આ પરિસ્થિતિમાં અનુમાન છે કે દેશની વધુમાં વધુ વસ્તી બે અબજની વચ્ચે જ રહેશે.
વિકાસ અને શિક્ષણનો સબંધ
આઈએઓપી અનુસાર પ્રજનન દરનો સીધો સબંધ વિકાસ અને શિક્ષણ સાથે છે. અશિક્ષિત લોકો વચ્ચે પ્રજનન દર ત્રણથી વધુ છે.જયારે શિક્ષિત લોકો વચ્ચે ટીએફઆર 1.5 થી 1.8 દરમ્યાન છે. અનુમાન છે કે જેમ જેમ ભણેલ-ગણેલ વસ્તીનો વિસ્તાર થશે તેમ તેમ પ્રજનન દરમાં ઘટાડો થશે.
પ્રજનન દર ઘટવાના કારણો
► દેશમાં વિકાસ અને પ્રગતિની દોડ તેજ થવી.
► શિક્ષણના ક્ષેત્રમાં નિરંતર સુધારા અને રોજગારની તકો વધવી.
► શિક્ષિત મહિલાઓની વધતી સંખ્યા
► બાળકો માટે પરસ્પર સહમતીથી નિર્ણય લેવા બાળકોનો ખર્ચ અને તેમની સાર સંભાળ પણ એક કારણ.
કેરળમાં ઘટાડો નોંધાયો
કેરળમાં 1987 થી 1989 દરમ્યાન પ્રજજન દર 2.1 હતો જે હવે ઘટીને 1.5 રહી ગયો છે. 2023 ના એક રિપોર્ટ મુજબ પશ્ચિમ બંગાળમાં વર્ષ 2013 માં ટીએફઆર 1.7 હતો જે વર્ષ 2023 માં ઘટીને 1.3 રહી ગયો છે.
જીવન અપેક્ષામાં વધારો
વિશેષજ્ઞોનાં અનુમાન જન્મ દરમાં તો ઘટાડો આવી રહ્યો છે.પરંતુ સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારાને લઈને જીવન અપેક્ષામાં વધારો થઈ રહ્યો છ. 60 વર્ષથી વધુ વયના લોકોની વયના લોકોની સંખ્યા વધી રહી છે.
વસ્તી નિયંત્રણ કાર્યક્રમની અસર
આઈએએસપી અનુસાર ગર્ભ નિરોધક અને જન્મ નિયંત્રણ કાર્યક્રમ પણ પ્રજનન દરમાં કમીનું મુખ્ય કારણ છે.પતિ-પત્નિ વચ્ચે નિર્ણય લેવાની બહેતર ક્ષમતા, બાળકોની સારસંભાળ, ભવિષ્ય અને બાળકોની સંખ્યાને લઈને પરસ્પર નિર્ણયની અસર પણ વસ્તી પર જોવા મળી છે.
અનિલ ચંદ્રન અનુસાર મોડેથી થઈ રહેલા લગ્ન અને પ્રગતિની વધતી તકોને લઈને પણ પ્રજનન દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ભણેલ-ગણેલ મહિલાઓ બાળકોના મામલામાં સમજી વિચારીને નિર્ણયો લઈ રહી છે.

