New Delhi,તા,04
ગઈકાલે દિલ્હી સહિતના વિમાની મથકો પર ચેક-ઈન સીસ્ટમમાં સર્જાયેલી ગડબડથી સેંકડો ફલાઈટ વિલંબમાં પડી હતી અથવા રદ કરવી પડી હતી તો બીજી તરફ પાઈલોટ કેબીન ક્રુની અછતનો સામનો કરી રહેલી દેશની સૌથી વધુ વિમાની સેવા આપતી ઈન્ડીગો એરલાઈનની આજે વધુ 150 ફલાઈટ રદ થતા વિમાની મથકામાં અફડાતફડી ચાલુ જ છે.
દેશમાં પાઈલોટ કેબીન ક્રુની ડયુટીના નિયમોમાં ફેરફાર થતા સૌથી વધુ અસર ઈન્ડીગોને પડી છે અને કંપનીએ તે માટે આગોતરી તપાસ નહી કરતા ડીજીસીએ એ એરલાઈનને નોટીસ ફટકારી છે. જો કે ઈન્ડીગોની 15 ઉડાન રદ થતા અન્ય વિમાની કંપનીઓને એરફેર વધી ગયા છે.
દિલ્હી-બેંગ્લુરુનુ ભાડુ જે રૂા.11000ની રેન્જમાં હોય છે તે રૂા.43000થી વધી ગઈ છે. મુંબઈ કોલકતા વિમાની સેવામાં રૂા.8000ના રૂા.19000 વસુલાઈ રહ્યા છે. હાલ ઈન્ડીગોની ફકત 35% જ સેવા ચાલુ છે.
ડીજીસીએ એ પાઈલોટ માટે 1 દિવસમાં 8 કલાક અને સપ્તાહમાં વધુમાં વધુ 35 કલાક જ ડયુટી આપવા સહિતના જે નિયમો બનાવ્યા છે તેના કારણે અગાઉ જ પાઈલોટની તંગી અનુભવી રહેલી આ એરલાઈનની મુશ્કેલી વધી છે.

