New Delhi,તા.06
દેશની ટોચની ઈન્ડીગો એરલાઈનમાં સર્જાયેલ અફડાતફડી આજે પાંચમા દિવસે પણ વધ્યુ છે અને ઈન્ડીગોએ ધીમે ધીમે વિમાની સેવાઓ યથાવત થશે તેવું આશ્વાસન આપ્યું છે.
તે વચ્ચે વધુ 2000 જેટલી ફલાઈટ રદ થતા મુસાફરોની મુશ્કેલી યથાવત જ રહી છે. આજે અમદાવાદથી સવારે 6 વાગ્યા સુધીની 19 ઉડાન રદ થઈ છે. અન્ય વિમાની મથકે પણ તેવીજ હાલત છે. તિરૂવન્તપુરમ વિમાની મથકની રદ થઈ છે.
છેલ્લા પાંચ દિવસથી આ પ્રકારે ઈન્ડીગો માટે સતત મુશ્કેલીઓ બની રહી છે. જેના કારણે ત્રણ લાખથી વધુ હવાઈ મુસાફરો માટે મુશ્કેલી સર્જાઈ છે. જો કે એરલાઈનને હાલ વિમાની ઉડાન ઓથોરિટીએ ફેબ્રુઆરી માસ સુધી નવા નિયમોમાં છુટછાટ આપી છે અને તેથી એરલાઈને તેના પાઈલોટને જૂના શેડયુલ મુજબના ડયુટી શેડયુલ મુજબ પરત આવવા જણાવ્યુ છે પણ હજુ તમામ પાઈલોટે તે રીતે ડયુટી સંભાળી નથી.

