Hyderabad તા.21
આંધ્રપ્રદેશનાં તિરૂપતીથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જતી ઈન્ડીગોની ફલાઈટમાં અચાનક ખરાબી આવી જતા તિરૂપતીથી ઉડાન ભર્યા બાદ વિમાન લગભગ 40 મીનીટ સુધી આકાશમાં જ ઉડતુ રહ્યું હતું. બાદમાં વિમાનનું તિરૂપતીમાં જ ઈમરજન્સી લેન્ડીંગ કરાવાયું હતું.
તિરૂપતીથી હૈદરાબાદ જતી રહેલી ઈન્ડીગો એરબસની ફલાઈટ રવિવારે સાંજે 7-42 કલાકે તિરૂપતી એરપોર્ટથી ઉડી હતી ઉડાનના 40 મીનીટ બાદ 8-34 વાગ્યે ફલાઈટની ફરીથી તિરૂપતી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવુ પડયુ હતું. ફલાઈટ તિરૂપતીનાં વેંકટનગરી સુધી ગઈ હતી. બાદમાં ત્યાંથી યુ-ટર્ન લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ ફલાઈટ હવામાં જ 40 મીનીટ સુધી ઉડતી રહી અને બાદમાં તિરૂપતી એરપોર્ટ પર સુરક્ષીત ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું. જોકે વેબસાઈટ મુજબ આ ફલાઈટ તિરૂપતીથી હૈદરાબાદની છેલ્લી ફલાઈટ રદ કરવામાં આવી હતી. જેથી યાત્રીઓ ભડકયા હતા. તેના વાયરલ વિડીયોમાં યાત્રીઓ સ્ટાફ સાથે દલીલ કરતા નજરે પડે છે.