Jamnagar,
જામનગર નજીક કનસુમરા ગામમાં રહેતા અને ખડખંભાળિયા ગામ પાસે સલ્ફરનું કારખાનું ચલાવતા એક કારખાનેદારને વીજ ચોરીના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે. સાથો સાથ પકડાયેલી રૂપિયા ૧૭,૬પ,૪૪૭ની વીજચોરીથી ત્રણ ગણો એટલે કે પર.૯૬ લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ કેસના આરોપી વિપુલભાઈ કારાભાઈ તંબોલીયા ખડખંભાળિયા ગામે સલ્ફર ખાતર બનાવવાનું કારખાનું ચલાવે છે. જેમાં વીજપાવર કારખાનાની નજીકમાં આવેલ ૬૩ કે.વી.એ. ટી.સી. પરના એલ.ટી. સ્ટુડ ઉપરથી વધારાના પ્રાઈવેટ કેબલ વાયરથી જોડાણ આપી બીજો છેડો વીજ મીટરના લોડ સાઈડ વાયરમાં જોડાણ આપી વીજ પાવર પુરવઠો મેળવી કારખાનામાં ખાતર બનાવવામાં વીજ વપરાશ કરતા વીજ ચેકિંગ દરમિયાન પકડાઈ ગયા હતા. આથી તેને કુલ રૂપિયા ૧૭,૬પ,૪૪૭ની વીજ ચોરી અંગેનો કેસ કરવામાં આવ્યો હતો. જે બાબતે ઈલેકટ્રીક સીટી એકટની કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરાયો હતો.