Jammu and Kashmir તા.14
તરી કાશ્મીરમાં એલઓસી પર મચ્છલ (કુપવાડા)સેકટરમાં સોમવારે સેનાના જવાનોએ પાક.આતંકીઓનાં જવાનોએ પાક. આતંકીઓનાં ઘુસણખોરીનાં એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.દિવાળી અને શિયાળા પૂર્વે પીઓકેથી ઘુસણખોરીની કોશીશને નિષ્ફળ બનાવાઈ હતી. સુરક્ષા દળોની કાર્યવાહી દરમ્યાન બે ઘુસણખોર આતંકીઓ ઠાર થયા હતા.
આ ઘટના વિસ્તારમાં કમકાડી ક્ષેત્રમાં બની હતી. સુત્રોના જરાવ્યા મુજબ એલઓસી પર પેટ્રોલીંગ કરી રહેલા જવાનોએ સાંજે લગભગ 7 વાગ્યે કેટલાંક હથીયારધારી તત્વોને પીઓકે તરફથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતા જોયા હતા.
જવાનોએ તરત આસપાસની ચોકીઓને જાણ કરી અને પોતાની સ્થિતિ મજબુત કરી જેવું ઘુસણખોરોનું દળ એલઓસી પાર કરવા લાગ્યુ. તો જવાનોએ તેમને પડકાર્યું જેથી ઘુસણખોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો અને જવાનોનું ધ્યાન ભટકાવવા ફાયરીંગ કર્યુ. સામે પક્ષે ભારતીય જવાનોએ ફાયરીંગ કર્યું આ ફાયરીંગમાં બે ઘુસણખોર આતંકી ઠાર થયા હતા. સેનાએ ક્ષેત્રમાં બાદમાં તલાસી અભિયાન ચલાવ્યુ હતું.