Junagadh તા.25
જુનાગઢ રહેતા ફરીયાદીના કુટુંબી ભાઈને બિલખાના બેલા ગામના શખ્સ સાથે દોઢેક માસ પહેલા બોલાચાલી ઝઘડો થયેલ હોય જેમાં સામ સામે ફરીયાદ પણ થવા પામેલ જે મનદુ:ખમાં આરોપીઓએ ગે.કા. મંડળી રચી મહિલા સહિત પાંચ શખ્સોએ છરી લોખંડની ખીલાસળી લાકડાના ધોકા વડે હુમલો કરતા ફરીયાદીના ભાઈનું સારવાર દરમ્યાન મોત નોંધાતા બનાવ ખૂનમાં પરીણમ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જુનાગઢ ખલીલપુર રોડ વિશ્વા સીટી પાછળ વ્રજભૂમિ-2 સોસાયટીમાં રહેતા ફરીયાદી ભાવેશભાઈ ભાનુશંકર સાંકડીયા (ઉ.39)એ બિલખા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં તેઓના કુટુંબી નિતિશ બચુભાઈ સાથે દોઢેક માસ પહેલા બેલા ગામના આરોપી સંજય ગીરધર તેરૈયા (સાંકળીયા) સાથે બોલાચાલી થયેલી તે ઝઘડામાં સામ સામે ફરીયાદ થયેલ હોય તે મનદુ:ખમાં ગત તા.23ના બપોરના એકના સુમારે બેલા ગામે બિલનાખ મહાદેવના મંદિર પાસે આરોપીઓ સંજય ગીરધર તેરૈયા, જાગૃતીબેન સંજય તેરૈયા, દર્શન સંજય તેરૈયા, જીગર સંજય તેરૈયા અને દિલીપ ગીરધર તેરૈયા રે. તમામ બેલા ગામ વાળાઓએ છરી લોખંડની ખીલાસરી લાકડાના ધોકા વડે પ્રાણઘાતક હુમલો કરતા ફરીયાદી ભાવેશભાઈ ભાનુશંકર સાંકળીયાના ભાઈ અશ્વિનભાઈને તથા સંજય અને દર્શનએ છરી વડે જીવલેણ હુમલો કરી માથામાં ગંભીર ઈજાઓ પીઠમાં પણ કરી હતી.
તેમજ જીગર, દિલીપ અને જાગૃતીબેને હથીયારો વડે આડેધડ માર મારી ભાવેશભાઈના ભાઈ અશ્ર્વિનને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજતા બનાવ 302માં પલ્ટાયો હતો. ભાવેશભાઈના નિતિશને પોતાના પાસેના હથીયારોથી માર મારી ઈજાઓ કર્યાની ફરીયાદ નોંધાવતા બિલખા પીએસઆઈ એચ.વી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.